શોધખોળ કરો
Advertisement
અમિત શાહ બન્યા ગૃહમંત્રી, હાર્દિક પટેલે કહ્યું- હવે અમારા જેવા.......
લોકસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો. તેણે ચૂંટમીમાં કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર કર્યો હતો.
અમદાવાદઃ કોંગરેસ નેતા હાર્દિક પટેલે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતા શાહને કેન્દ્રીય ગૃહ મંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા છે. સાથે જ હાર્દિક પટેલે એ પણ સવાલ પૂછ્યો કે તેમના જેવા યુવાઓનું શું થશે, જે ભાજપ વિરૂદ્ધ લડ્યા. નોંધનીય ચે કે, ગાંધીનગર લોકસભા સીટથી ચૂંટણી જીતનાર અમિત શાહને ગુરુવારે નરેન્દ્ર મોદીની બીજી વખતની સરકારમાં સામેલ કરવામાં આવ્યા છે.
હાર્દિક પટેલે ટ્વીટમાં કહ્યું કે, ‘અમિત શાહજી ગૃહમંત્રી બની ગયા છે. આ કારણે હું તેને શુભેચ્છા પાઠવું છું. જોકે, આજે કેટલાક ભક્તના મને મેસેજ આવ્યા કે હવે તારુ શું થશે હાર્દિક? તેનો મતલબ એ કે અમિત શાહ ગૃહમંત્રી બન્યા પછી ભક્તો ખૂબ જ ખુશ છે. બીજેપી સામે લડનાર અમારા જેવા યુવાનોને શું મારી નાખવામાં આવશે? ચાલો જેવી ભગવાનની ઈચ્છા’ લોકસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો. તેણે ચૂંટમીમાં કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર કર્યો હતો. ઓબીસી શ્રેણીમાં પાટીદાર સમુદાયનો સમાવેશ કરવા માટે આંદોલન દરમિયાન હાર્દિક પટેલે અમિત શાહ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે તેમના ઈશારે જ રાજ્યમાં પ્રદર્શન કારીઓ પર કડક પગલા લેવામાં આવ્યાં છે.अमित शाह जी गृह मंत्री बने हैं इसलिए मैं हार्दिक शुभकामनाएं देता हूं।लेकिन आज कुछ भक्तों के मुझ पर मैसेज आए कि अब तेरा क्या होगा हार्दिक।मतलब अमित शाह के गृह मंत्री बनने के बाद भक्त काफी खुश हैं।भाजपा के खिलाफ लड़ने वाले हम जैसे युवा को मार दिया जाएगा ? चलों जैसी भगवान की इच्छा !
— Hardik Patel (@HardikPatel_) May 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion