શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

અમૂલે દૂધ બાદ હવે દહીંના ભાવમાં પણ કર્યો વધારો, જાણો કેટલું મોંઘું થયું

અમૂલે હાલમાં જ દૂધના ભાવમાં વધારો કર્યો હતો ત્યાર બાદ હવે દહીંના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

Amul Masti Dahi: સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અમૂલે હાલમાં જ દૂધના ભાવમાં વધારો કર્યો હતો ત્યાર બાદ હવે દહીંના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ મસ્તી દહીંના જુદા જુતા પેકિંગમાં રૂપિયા 1થી 10 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

અમૂલ મસ્તી દહીંના ભાવ

અમુલ મસ્તી દહીં 200 ગ્રામ જૂનો ભાવ 18 નવો ભાવ 19

અમુલ મસ્તી દહીં 400 ગ્રામ જૂનો ભાવ 34 નવો ભાવ 35

અમુલ મસ્તી દહીં 1કિલો જૂનો ભાવ 72 નવો ભાવ 75

અમુલ મસ્તી દહીં 1 કિલો બકેટ જૂનો ભાવ 100 નવો ભાવ 110

ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ રવિવાર, 2 જૂનના રોજ મોડી સાંજે અમૂલ દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમૂલ દૂધના વિવિધ પ્રકારોના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. ફેડરેશને જણાવ્યું હતું કે તેણે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય સમગ્ર કામગીરીની કિંમત અને દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે લીધો છે. આ વધારો આજથી એટલે કે સોમવાર, 3 જૂનથી અમલમાં આવ્યો છે.

ફેડરેશનની જાહેરાત

ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દહીં, ચીઝ, માખણ જેવા ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ કરે છે. એક વર્ષથી વધુ સમય બાદ અમૂલ દૂધના ભાવમાં આ વધારો થયો છે. આ વખતે દૂધના ભાવ એવા સમયે વધારવામાં આવ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા જ લોકસભાના છેલ્લા તબક્કાનું મતદાન થયું હતું.

સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણીના ભાગરૂપે, સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂનના રોજ મતદાન થયું હતું. તેના એક દિવસ બાદ અમૂલ દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો અને આજથી નવા ભાવ અમલમાં આવ્યા હતા. આ પહેલા અમૂલે છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દૂધના ભાવમાં ફેરફાર કર્યો હતો. એટલે કે એક વર્ષથી વધુ સમય પછી દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

આ વધારા પછી, અમૂલ ભેંસ દૂધ, અમૂલ ગોલ્ડ મિલ્ક અને અમૂલ શક્તિ દૂધના અડધા લિટર પેકેટના ભાવ અનુક્રમે 36 રૂપિયા, 33 રૂપિયા અને 30 રૂપિયા થઈ ગયા છે.

અમૂલ દ્વારા વધારા બાદ મધર ડેરી, સુધા સહિત અન્ય ડેરી બ્રાન્ડ પણ દૂધના ભાવમાં વધારો કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget