શોધખોળ કરો
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
Complete guide for E KYC: રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી હવે ઘરે બેઠા સરળતાથી કરી શકાય છે. મોબાઇલ દ્વારા આ પ્રક્રિયા સરળતાથી કરી શકશો.

E KYC process for ration card: રેશનકાર્ડ ઈ કેવાયસી માટે, પ્રથમ Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો. My Ration app દ્વારા, ગ્રાહકોને મળવા પાત્ર જથ્થો અને રસીદ, તેમજ રેશનકાર્ડને લગતી ઘણી બીજી સેવાઓ જોવા મળે છે. એપ્લિકેશનમાં આધાર અને મોબાઈલની સ્થિતિ, જાહેર વિતરણ વ્યવસ્થા, આધાર ઈ કેવાયસી, અનલિંક મોબાઈલ, અનલિંક આધાર જેવી સેવાઓ ઉપલબ્ધ છે.
1/5

Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો. રેશનકાર્ડ ધારકનો મોબાઇલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો. પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો.
2/5

હોમ પેજ પર જાઓ અને આધાર E KYC ઓપ્શન પસંદ કરો. એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
3/5

નવી વિન્ડો ખુલશે, જેમાં કોડ દાખલ કરો. પછી રેશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે. એક નાનું વિન્ડો ખૂલી જશે, જેમાં દર્શાવશે કે E KYC થયેલું છે કે નહીં. જે નામ સામે "NO" દેખાય, તે નામને E KYC માટે પસંદ કરો.
4/5

નવી વિન્ડો ખૂલી જશે, ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો અને વેરીફાઈ કરો. આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આ સેલ્ફી લીલી સીમાની અંદર હોવી જોઈએ (આંખ ખૂલી રાખવી જરૂરી છે).
5/5

ગ્રીન લાઈન થઈ ગયા બાદ, E KYC સફળતાપૂર્વક થશે અને તમે સબમિટ પર ક્લિક કરો. હવે, તમને "સક્સેસફુલ મેસેજ" મળશે.
Published at : 30 Nov 2024 07:30 PM (IST)
આગળ જુઓ
Advertisement