શોધખોળ કરો

Bridge collapse:ગંભીરા પુલની દુર્ઘટના બાદ ગંભીર બન્યું તંત્ર,આ બ્રિજના લોડ ટેસ્ટ ન થાય ત્યાં સુધી બંધ

Bridge collapse:ગંભીરા પુલની ગંભીર દુર્ઘટનામાં 20 લોકોએ જીવ ગુમાવ્યા બાદ હવે તંત્રને બ્રિજના લોડ ટેસ્ટની કામગીરી યાદ આવી છે.

Bridge collapse:ગંભીરા પુલની ગંભીર દુર્ઘટનામાં 20 લોકોએ જીવ ગુમાવ્યા બાદ હવે તંત્રને બ્રિજના લોડ ટેસ્ટની કામગીરી યાદ આવી છે. આ લોડ ટેસ્ટ અને તેની ફિટનેસ ટેસ્ટની કામગારી હાથ ધરવાના કલેક્ટરે આદેશ આપ્યાં છે. પોઈચા પાસેનો રંગસેતુ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવાયો છે. આ બ્રીજ  લોડ ટેસ્ટ ન થાય ત્યાં સુધી ભારે વાહનો માટે   બ્રિજ બંધ રહેશે,  ભારે વાહનો માટે ડભોઈથી તિલકવાડા રોડ સુધી ડાયવર્ઝન અપાયું છે. પાટણ જિલ્લા રાધનપુર હાઈવે પરના ગોચનાદ બ્રિજને પણ  બંધ કરવાના આદેશ અપાયા છે. જેના પગલે ભારે વાહનોને રાધનપુર-સિનાડ-ઉણથી  અને થરા-ટોટાણા-રોડા ગામથી ઉપરાંત  વેજાવાડા-બોરતવાડા-હારીજથી પસાર થવા આદેશ અપાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બ્રિજનું ચેકિંગ કરવા  પણ કલેક્ટરે આદેશ આપ્યા છે. નર્મદા કેનાલ આસપાસના તમામ બ્રિજનું ચેકિંગ કરીને ત્રણ દિવસમાં અહેવાલ તૈયાર કરવાનો અધિકારીઓને આદેશ અપાયો છે.

નેશનલ હાઇવે પર 5 બ્રીજ પર નહિ દોડે ભારે વાહન

વલસાડમાં નેશનલ હાઈવે પરના 5 બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવાયા છે. કોલકતા અને તાન નદી પરના બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવાયા છે. બંધ કરાયેલા બ્રિજમાં વલસાડ-લીલાપોર બ્રિજ, વાપી નજીક દેગામ ખાડીનો બ્રિજ, કોકલ નદીનો બ્રિજ, ધરમપુર પાસે કરંજવેરીનો બ્રિજ અને તાન નદીનો બ્રિજનો સમાવેશ થાય છે. વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. નાનાપોંઢા નજીક વડખંભા પાર નદીના બ્રિજને સ્ટેબિલિટી ચેક સુધી બંધ રખાયો છે.ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું અત્યાર સુધી અધિકારીઓને આ જોખમી બ્રિજ નહોતા દેખાતા. જોખમી બ્રિજ હોવા છતા કેમ ભારે વાહનોની અવરજવર ચાલુ રાખવામાં આવી હતી.  શું વલસાડ પ્રશાસન પણ ગંભીરા બ્રિજ દુર્ઘટનાની રાહ જોઈને બેઠા હતા?  કે પછી માત્ર  સરકારને રાજીકરવા માટે આ પગલા લેવામાં આવી રહ્યા છે.

શું છે સમગ્ર ઘટના

 મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરાબ્રિજ 9 જુલાઈના વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ ધરાશાયી થઇ ગયો અને 20 લોકોની જિંદગી લેતો ગયો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતા વાહનોમાં  3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ વાન થે જ 2-3 બાઇક નદીમાં ખાબક્યાં હતાં.  ટ્રક નીચે એક કાર ફણ  દબાઈ હતી. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા છે તો હજુ એક લાપતા છે. ઘટના બાદ તાબડતોબ રેસ્ક્યુઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ધટનાને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે. એક નહિ અનેક વખત આવી દુર્ઘટનામાં લોકોની જિંદગી હોમાઇ રહી છે. તો પછી કેમ બ્રિજનના બાંધકામની ગુણવત્તા પર અને સમયે સમયે તેનો ફિટનેસ ટેસ્ટ નથી થતો. આ દુર્ઘટનાને લઇને સરકારે સમિતી રચના કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget