શોધખોળ કરો

Bridge collapse: દુર્ઘટનાના પહેલાનો વીડિયો, જુઓ કેવી હતી જર્જરિત હાલત, અપીલની ગંભીરતા સમજાય હોત, ન સર્જાત કરૂણાંતિકા

Bridge collapse: 9 જુલાઇ ગંભીરા પુલ ધરાશાયી થતાં 20 નિર્દોષ જિંદગીનો ભોગ લેવાયો જો કે આ આ જર્જરિત પુલને લઇને એક જાગૃત નાગરિકે પહેલા જ પ્રશાસનનું ધ્યાન દોર્યું હતું.

Bridge collapse: 40 વર્ષ જુનો ગંભીરા બ્રિજ 9 જુલાઇ સવારે સાડાસાત વાગ્યે અચાનક ધરાશાયી થયો. જેમાં 20 માસૂમની જિંદગી હોમાઇ ગઇ. જો કે આપણું દુર્ભાગ્ય એ છે કે, દુર્ઘટનાની રાહ જોઇએ છીએ અને પછી તંત્ર જાગે છે. અહીં પણ કંઇક આવું જ બન્યું છે. વડોદરા ગંભીરા બ્રિજની દુર્ઘટનાના  10 દિવસ પહેલાનો વીડિયો આવ્યો સામે આવ્યો છે. ગામના અગ્રણી વિકી શ્રીમાળીએ આ  વીડિયો બનાવ્યો હતો અને બ્રીજની જર્જરિત હાલ વિશે તંત્રને અવગત કર્યાં હતા, બ્રિજની દયનીય હાલત પર કામ કરવા અપીલ કરી હતી પરંતુ આ જાગૃત નાગરિકનો અપીલને ગંભીરતાથી ન લેવાઇ અને આખરે 9 જુલાઇએ ગંભીરા  બ્રીજ ધરાશાયી થઇ ગયો અને વધુ 20 જિંદગી  ફરી એકવાર બેદરકારી, ભષ્ટ્ર વહીવટને ભેટ ચઢી ગઇ. આ ઘટનાને અનેક સવાલ ઉઠે છે. આવી દરેક ઘટના બાદ સવાર ઉઠે છે પરંતુ આપણે દુર્ઘટનામાંથી શીખતા નથી અને આવી બેદરાકારી અને ભ્રષ્ટ્ર વહીવટનો ભોગ નિર્દોષ જનતા બનતી રહે છે. જો આ વીડિયોની વાતને ગંભીરતાથી લેવાઇ હતો તો આ દુર્ઘટના  ન સર્જાઇ હતો અને 20 જિંદગી આ રીતે ન હોમાઇ હોત.

વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બન્યા બાદ હવે અન્ય જિલ્લાઓમાં અધિકારીઓ જાગ્યા છે...જી હા હવે વલસાડમાં નેશનલ હાઈવે 56 પર આવેલા 5 મુખ્ય બ્રિજ પર ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે...બંધ કરાયેલા બ્રિજમાં વલસાડ-લીલાપોર બ્રિજ, વાપી નજીક દેગામ ખાડીનો બ્રિજ, કોકલ નદીનો બ્રિજ, ધરમપુર પાસે કરંજવેરીનો બ્રિજ અને તાન નદીનો બ્રિજનો સમાવેશ થાય છે. નાનાપોંઢા નજીક વડખંભા પાર નદીના બ્રિજને સ્ટેબિલિટી ચેક સુધી બંધ રખાયો છે.ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું અત્યાર સુધી અધિકારીઓને આ જોખમી બ્રિજ નહોતા દેખાતા...જોખમી બ્રિજ હોવા છતા કેમ ભારે વાહનોની અવરજવર ચાલુ રાખવામાં આવી....શું વલસાડ પ્રશાસન પણ ગંભીરા બ્રિજ દુર્ઘટનાની રાહ જોઈને બેઠા હતા...શું સરકારને રાજી કરવા માટે આ પગલા લેવામાં આવી રહ્યા છે.

શું છે સમગ્ર ઘટના

 મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરાબ્રિજ 9 જુલાઈના વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ ધરાશાયી થઇ ગયો અને 20 લોકોની જિંદગી લેતો ગયો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતા વાહનોમાં  3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ વાન થે જ 2-3 બાઇક નદીમાં ખાબક્યાં હતાં.  ટ્રક નીચે એક કાર ફણ  દબાઈ હતી. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા છે તો હજુ એક લાપતા છે. ઘટના બાદ તાબડતોબ રેસ્ક્યુઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ધટનાને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે. એક નહિ અનેક વખત આવી દુર્ઘટનામાં લોકોની જિંદગી હોમાઇ રહી છે. તો પછી કેમ બ્રિજનના બાંધકામની ગુણવત્તા પર અને સમયે સમયે તેનો ફિટનેસ ટેસ્ટ નથી થતો. આ દુર્ઘટનાને લઇને સરકારે સમિતી રચના કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 4 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
ભારતીય રેલ્વે રચશે ઈતિહાસ, આ રાજ્યમાં શરુ થશે હાઈડ્રોજન ટ્રેન,જાણો વંદે ભારતથી કેટલી છે અલગ?
ભારતીય રેલ્વે રચશે ઈતિહાસ, આ રાજ્યમાં શરુ થશે હાઈડ્રોજન ટ્રેન,જાણો વંદે ભારતથી કેટલી છે અલગ?
"રહમાન ડકૈત" પછી "શુક્રાચાર્ય" બનશે અક્ષય ખન્ના, ફિલ્મના ફર્સ્ટ લુકે મચાવ્યો તહેલકો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
Embed widget