શોધખોળ કરો

BREAKING: સુરતના આ દિગ્ગજ પાટીદાર નેતા આમ આદમી પાર્ટીમાં જોડાશે

પાટીદાર અનામત આદોલનનો મોટો ચહેરો આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે

Gujarat Election 2022: મિશન 2022ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનનો વધુ એક મોટો ચેહરો રાજકારણમાં ઝંપલાવશે. અલ્પેશ કથીરીયા આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગારીયાધાર ખાતે અરવિંદ કેજરીવાલની જાહેરસભામાં કથિરિયા આપમાં જોડાશે. નોંધનીય છે કે, અલ્પેશ કથિરિયાના આપમાં જોડાવાથી રાજનીતિના સમીકરણ બદલાશે. abp અસ્મિતા સાથેની ટેલીફોનીક વાતમાં અલ્પેશે સમાચારને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગારીયાધાર ખાતે આમ આદમી પાર્ટીમાં જોડાઈશ.

કેજરીવાલનો ગુજરાતમાં મોટો દાવ

વિધાનસભાની ચૂંટણીને લઈને આ વર્ષે આમ આદમી પાર્ટીએ પણ કમર કસી છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં આજે ડેડીયાપાડા ખાતે જનસભા યોજાઈ હતી. તો બીજી તરફ આજે રાત્રે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ભાવનગર જશે. રાત્રી રોકાણ હોટલ નિલમબાગ ખાતે કરશે અને સવારે કરશે પ્રેસ કોન્ફરન્સ કરશે. આવતીકાલે 11 વાગે હોટલ નિલમબાગ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની પ્રેસ યોજાશે.

આ પ્રસંગે એવી માહિતી સામે આવી રહી છે કે, ભાવનગર વિર માંધાતા કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજુ સોલંકી આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાય તેવી સંભાવના છે. અગાવ રાજુ સોલંકી સૌ પ્રથમવાર કોંગ્રેસમાં જોડાયા ત્યાર બાદ 24 કલાકમાં જ તેઓ ભાજપ સાથે જોડાઈ ગયા હતા.  હવે તેઓ આમ આદમી પાર્ટીનું જાડું પકડશે. આવતીકાલે બંને સીએમની ઉપસ્થિતિમાં રાજુ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પ્રબળ સંભાવનાઓ છે.

1 માર્ચ પછી વીજળીનું બિલ નહીં ભરવું પડેઃ કેજરીવાલ

તેમણે કહ્યું કે, સરકાર બનશે એટલે અમે લોકો ભ્રષ્ટાચાર બંધ કરીશું. 27 વર્ષમાં આ લોકોએ લૂંટવાની કોઈ કસર બાકી નથી રાખી. ગુજરાત સરકારને જનતા અરબો ખરબો રૂપિયા આપ્યા છે. ગુજરાત સરકારના ટેક્ષ રૂપે ખરબો રૂપિયા આપો છો, ક્યાં ગયા રૂપિયા, લૂંટી લે છે. અઢી લાખ કરોડ ખર્ચ કરે છે. પંજાબના હેલ્થ મંત્રી ગરબડ કરી રહ્યા હતા, પંજાબ સરકારે એમને પકડી અને જેલમાં નાખી દીધા. મારો ભાઈ અથવા મારો દીકરો પણ ભ્રષ્ટાચાર કરશે તો એને પણ  નહીં ચાલશે. 15 ડિસેમ્બર પછી સરકાર બનશે ત્યારબાદ સરકારી કચેરીમાં  પૈસા નહિ આપવા પડે. સરકાર બન્યા પછી સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે સરકારી કર્મચારી તમારા કામ માટે ઘરે આવશે.  1 માર્ચ પાછી વીજળીનું બિલ નહીં ભરવું પડે. પ્રથમ મોંઘવારીથી છુટકારો અપાવીશ,1 માર્ચ પછી વીજળી બિલ ભરવાની જરૂર નથી, બિલ તમારો ભાઈ કેજરીવાલ ભરશે. ગુજરાતમાં આવી રહ્યો છું. કોઈ ભાઈ માને છે કોઈ દીકરો માને છે. ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ઘરે કોઈ બીમાર હશે તો એનો ઈલાજના પૈસા પણ સરકાર આપશે.

આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો કેટલા રૂપિયા ઘરખર્ચ બચશેની ગણતરી. વીજ બિલ 3000, સ્કુલ ફી 3000, શાળામાં સ્ટેશનરી, યુનિફોર્મ 6000, આરોગ્ય મફત 6000 રૂપિયા બચશે. તેમણે કહ્યું કે, આવતા વર્ષે અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ જશે. બધાની ઇચ્છા છે, જવાની પણ રૂપિયા નથી. એક એક ગુજરાતીને મફતમાં રામ લલ્લાના દર્શન કરાવીને લાવીશ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
Embed widget