શોધખોળ કરો

ભાજપના જ નેતાનો મુખ્યમંત્રી રૂપાણીને સવાલ- તેમને લોકડાઉન લગાવવાથી કોણ રોકી રહ્યું છે...?

સંવેદનશીલ સરકાર અને મુખ્યમંત્રીએ અંતરીયાળ વિસ્તારના લોકોના જીવ બચાવવા જોઇએ.

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું દર્દ સામે આવ્યું છે. ABP અસ્મિતા સાથેની વાતચીતમાં અલ્પેશે કહ્યું, ઑક્સિજન, અને રેમડેસિવિરની અછત છે તે વાસ્તવિકતા છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ઑક્સિજનની ઘટ પડી રહી છે. સાથે કહ્યું કે, સરકાર ઓકિસજનનો જથ્થો ફાળવવામાં ભેદભાવ કરી રહી છે. સંવેદનશીલ સરકાર અને મુખ્યમંત્રીએ અંતરીયાળ વિસ્તારના લોકોના જીવ બચાવવા જોઇએ. સરકાર રોજ નવા નીયમો બદલે છે. ક્યારેક રેમડેસીવિર માટે નવા નીયમ તો ક્યારેક ઓકિસજન માટે નવા નીયમ . રોજ બદલાતા નીયમથી ખાનગી તબીબો પણ દર્દીઓની સારવાર માટે મુશ્કેલીમાં મુકાય છે. મુખ્યમંત્રીને સવાલ પૂછતા અલ્પે ઠાકોરે કહ્યું કે, તેમને લોકડાઉન લગાવવાથી કોણ રોકી રહ્યું છે...?

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14327 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા ચાર દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 180 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7010 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 9544 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,08,368 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ37 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,37,794  પર પહોંચ્યો છે. જેમાંથી 572 લોકો વેન્ટિલેટર પર અને 1,37,222 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.82  ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન-18, વડોદરા કોર્પોરેશન-11, રાજકોટ કોર્પોરેશ 13, મહેસાણા-5, જામનગર કોર્પોરેશન- 10,  સુરત-4, જામનગર-8, ભાવનગર કોર્પોરેશન 3, પાટણ 1, બનાસકાંઠા 4, દાહોદ 2, સુરેન્દ્રનગર-8, વડોદરા-7, ભાવનગર 3, કચ્છ 8, ભરુચ 2,  ગાંધીનગર-2, ગાંધીનગર કોર્પોરેશન-1, ખેડા 0, જૂનાગઢ કોર્પોરેશ 2, અમરેલી 0, જૂનાગઢ 5, વલસાડ 1, નવસારી 0, આણંદ 1, ગીર સોમનાથ 2, પંચમહાલ 1, તાપી 0, મહીસાગર 4,  અરવલ્લી 0, છોટા ઉદેપુર 0, મોરબી 4, સાબરકાંઠા 9, નર્મદા 0, અમદાવાદ 0, દેવભૂમિ દ્વારકા 4, પોરબંદર 0, બોટાદ 1, રાજકોટ 8 અને ડાંગમાં 3 મોત સાથે કુલ 180 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 5258,  સુરત કોર્પોરેશન-1836, વડોદરા કોર્પોરેશન-639, રાજકોટ કોર્પોરેશ 607, મહેસાણા-511, જામનગર કોર્પોરેશન- 386,  સુરત-356, જામનગર-315, ભાવનગર કોર્પોરેશન 242, પાટણ 241, બનાસકાંઠા 231, દાહોદ 227, સુરેન્દ્રનગર-227, વડોદરા-221, ભાવનગર 202, કચ્છ 186, ભરુચ 185,  ગાંધીનગર-178, ગાંધીનગર કોર્પોરેશન-171, ખેડા 169, જૂનાગઢ કોર્પોરેશ 163, અમરેલી 146, જૂનાગઢ 130, વલસાડ 130, નવસારી 128, આણંદ 125, ગીર સોમનાથ 119, પંચમહાલ 116, તાપી 115, મહીસાગર 105,  અરવલ્લી 93, છોટા ઉદેપુર 92, મોરબી 87, સાબરકાંઠા 82, નર્મદા 73, અમદાવાદ 61, દેવભૂમિ દ્વારકા 47, પોરબંદર 42, બોટાદ 35, રાજકોટ 29 અને ડાંગમાં 21  કેસ સાથે કુલ 14327 કેસ નોંધાયા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,33,415 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 22,89,426 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,19,22,841 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget