શોધખોળ કરો
Advertisement
અંબાજી લક્ઝરી બસ અકસ્માત: ખડોલ ગામે એક સાથે 6 લોકોના કરાયા અગ્નિસંસ્કાર, આખું ગામ હિબકે ચઢ્યું
અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોનાં મૃતદેહો એક બાદ એક આંકલાવના ખડોલ ગામે પહોંચ્યા હતા. ગામમાં મૃતદેહો આવી પહોંચતાં પરિવારો આક્રંદ જોવા મળ્યું હતું. તો આખું ગામ હિબકે ચઢ્યું હતું
આણંદ: અંબાજીના ત્રિશુળિયા ઘાટ નજીક સર્જાયેલ ગોઝારા બસ અકસ્માતમાં 22 મુસાફરોનાં કમકમાટીભર્યાં મોત નિપજ્યાં હતાં. અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોનાં મૃતદેહો એક બાદ એક આંકલાવના ખડોલ ગામે પહોંચ્યા હતા. ગામમાં મૃતદેહો આવી પહોંચતાં પરિવારો આક્રંદ જોવા મળ્યું હતું. તો આખું ગામ હિબકે ચઢ્યું હતું અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આંકલાવના ખડોલ(હ)ના રાવજીભાઇ હિમંતભાઇ પઢીયાર દ્વારા નવરાત્રિમાં મા જગદંબાના દર્શન કરવા માટે ખડોલ(હ), અંબાવ, મુજકુવ, આમરોલ, સુંદન, આસોદર, સાભઇપુરા, આમરોલ, કંથારિયા, સારોલ, અડાસ, ખેડા, મીનાવાડા અને આણંદના રાજુપુરા સહિતના ગામોમાંથી શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન કરવા માટે રવિવારે લક્ઝરી બસ લઈને નીકળ્યા હતા. જોકે સોમવારે દાંતા ત્રિશુલીયા ઘાટ નજીક લક્ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ પહાડને ટકરાઈને પલટી મારી જતાં 22 લોકોનાં મોત નિપજ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, 22 મૃતકોમાં સૌથી વધુ ખડોલ ગામના 6 વ્યક્તિનો સમાવેશ થાય છે. જેને પગલે ખડોલ ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. ગામમાં ઠેરઠેર લોકોનો ટોળાં એકઠા થયેલા જોવા મળ્યા હતાં.
અંબાજી બસ અકસ્માતના ગોઝારા અકસ્માતમાં કમનસીબે મોતને ભેટનાર લોકોનાં પરિવારજનોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતકોનાં પરિવારજનોને આ રકમ ચૂકવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement