શોધખોળ કરો

ખેડૂતો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખે વાવણી લાયક વરસાદ પડશે

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે. 12મી જૂનના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

Ambalal Patel Forecast: ચોમાસાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલલ પટેલની આગાહી અનુસાર 6ઠ્ઠી જૂનથી ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. 12મી જુનથી ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાની અંબાલાલ પટેલની આગાહી છે.

ખેડૂતો માટે પણ અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 12થી 15 તારીખ વચ્ચે વાવણી લાયક વરસાદ થશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે. 12મી જૂનના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 15મી જૂનના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે.

ચોમાસા (Monsoon Update)ની દસ્તક પહેલા મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ (Rain Update)ની એન્ટ્રી થઈ છે. મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ (Rain Update) વરસી રહ્યો છે. ગુરુ તેઘ બહાદુર નગર રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં વરસાદ (Rain Update) વરસ્યો છે. જેને લઈ મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સાથે જ દાદર અને માટુંગાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ (Rain Update)ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તો આ તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10 જૂન સુધીમાં મુબંઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસું (Monsoon Update) બેસી શકે છે. જેને લઈ પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે અને મુંબઈમાં વરસાદ (Rain Update) વરસી રહ્યો છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસું (Monsoon Update) કેરળથી આગળ વધીને ગોવા પહોંચ્યું છે. જ્યાંથી હવે 10 જૂન સુધીમાં મહારાષ્ટ્ર પહોંચશે. જે બાદ ગુજરાતમાં 14 જૂન સુધીમાં ચોમાસું (Monsoon Update) બેસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

મુંબઈગરાઓને ટૂંક સમયમાં આકરી ગરમી અને તડકાથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગોવામાં ચોમાસું (Monsoon Update) આવી ગયું છે અને આગામી 4 થી 5 દિવસમાં મુંબઈમાં પણ ચોમાસું (Monsoon Update) બેસી જવાની શક્યતા છે. નવી મુંબઈમાં છેલ્લા બે દિવસથી પ્રિ મોન્સુન વરસાદ (Rain Update) પડી રહ્યો છે, પરંતુ મુંબઈગરાઓને હજુ પણ કાળઝાળ ગરમીમાંથી રાહત મળી રહી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે મુંબઈનું મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 60 ટકા અને રાત્રે 68 ટકા નોંધાયું હતું. છેલ્લા ઘણા દિવસોથી તાપમાનનો આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો ખૂબ જ પરેશાન છે, પરંતુ હવે ટૂંક સમયમાં ગરમીથી રાહત મળી શકે છે.

પ્રાદેશિક હવામાન વિભાગના નિર્દેશક સુનીલ કાંબલેએ જણાવ્યું કે ગોવામાં ચોમાસું (Monsoon Update) બેસી ગયું છે. જો સ્થિતિ અનુકુળ રહેશે તો આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું (Monsoon Update) મુંબઈમાં આવી જશે. રાજ્યના અનેક ભાગોમાં પ્રિ મોન્સુન વરસાદ (Rain Update) પડી રહ્યો છે.

હવામાનશાસ્ત્રી રાજેશ કાપડિયાએ જણાવ્યું હતું કે નવી મુંબઈમાં પ્રિ મોન્સુન શરૂ થઈ ગયું છે, આજે મુંબઈમાં પણ પ્રિ મોન્સુન વરસાદ (Rain Update) પડે તેવી શક્યતા છે. હાલના સમીકરણને જોતા એવું લાગે છે કે ચોમાસું (Monsoon Update) 10 જૂને મુંબઈમાં ધસી આવશે.

મુંબઈમાં રાત્રિના તાપમાનમાં રેકોર્ડ સર્જાયો છે. છેલ્લા 18 દિવસોમાંથી 16 દિવસમાં લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે, જ્યારે 3 જૂને તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
Embed widget