શોધખોળ કરો

Ambalal Patel: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, રાજ્યના કેટલાક ભાગોમાં પૂર આવે તેવો વરસાદ તૂટી પડશે 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યમાં કેટલાક ભાગોમાં પૂર આવે તેવો વરસાદ વરસશે.  

ગાંધીનગર: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યમાં કેટલાક ભાગોમાં પૂર આવે તેવો વરસાદ વરસશે.  તેમની આગાહી મુજબ  આજથી અરબ સાગરનું  ડિપ્રેશન ગુજરાત તરફ આવતા વરસાદનો કહેર  ફરી શરૂ થવાની શક્યતા રહેશે. તારીખ 30 અને 31 ઓક્ટોમ્બરમાં સૌરાષ્ટ્ર ઉપરાંત વડોદરાના ભાગો, ઉતર ગુજરાતમાં  પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. 

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

તેમની આગાહી મુજબ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.  આ ઉપરાંત બંગાળ ઉપસાગરમાં "મોન્થા" વાવાઝોડાની અસર મહારાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરના સિસ્ટમની અસર અને અરબી સમુદ્રના ડિપ્રેશનની અસરને કારણે 2 નવેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, સુરત, ભરૂચ,  દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં હળવું પૂર આવે એવો વરસાદ વરસી શકે છે.  કમોસમી વરસાદની સિસ્ટમ અસર પશ્વિમ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 

દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર,  આગામી 2 નવેમ્બર સુધી  રાજ્યમાં કેટલાક ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતા છે.  તારીખ 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 4 થી 8 નવેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા અને બંગાળ ઉપસાગર સક્રિય રહેતા નવેમ્બરની શરૂઆતમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે.  નવેમ્બરના બીજા સપ્તાહથી બંગાળ ઉપ સાગર વધારે સક્રિય થતા ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ઉપસાગરમાં ભારે વાવાઝોડાની શક્યતા છે.  ભારે વાવાઝોડાના કારણે ગુજરાતમાં પણ માવઠું થવાની શક્યતા છે. 

હાડ થીજવતી કાતિલ ઠંડી પડશે

22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારેથી અતિભારે હિમવર્ષા થશે. જેથી ગુજરાતમાં હાડ થીજવતી કાતિલ ઠંડી પડશે.  ઉતર ભારતમાં ભારે બરફ વર્ષા થશે.

અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે માવઠું પડ્યું

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે માવઠું પડ્યું છે.  હજુ પણ આવા લો પ્રેશર સર્જાતા રહેશે. ખેડૂત ભાઈઓ માટે ચિંતાનો વિષય છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે ત્યાં સુધી વરસાદ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
શેરબજારમાં આવશે જોરદાર તેજી? સેન્સેક્સ માટે 1,07,000નો ટાર્ગેટ સેટ, બ્રોકરેજ ફર્મને વિશ્વાસ
શેરબજારમાં આવશે જોરદાર તેજી? સેન્સેક્સ માટે 1,07,000નો ટાર્ગેટ સેટ, બ્રોકરેજ ફર્મને વિશ્વાસ
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ
Embed widget