Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટમાં વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સિસ્ટમ સક્રિય થશે.

Ambalal patel Rain prediction: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટમાં વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સિસ્ટમ સક્રિય થશે. ચોમાસુ સક્રિય થતાં દેશમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં સાયકલોનની સર્ક્યુલેશનના કારણે અરબ સાગર પર સક્રિય થશે અને તારીખ 19 થી 22 માં દક્ષિણ સોરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલમાં વરસાદી ઝાપટા રહેશે. 6 ઓગસ્ટથી લઈને આગામી 12 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા વધવાની શક્યતા રહેશે. 19 થી 22માં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ બની શકે છે.
17મી ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનો ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તારીખ 20 ઓગસ્ટથી ઓગસ્ટના અંતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા કોઈ ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ સાનુકૂળ સ્થિતિ હશે તો ડીપ ડિપ્રેશન બની શકે છે. તારીખ 13 થી 14 ઓગસ્ટમાં ભારતમાં ચોમાસું સક્રિય થશે એટલે ખેડૂત ભાઈઓને વરસાદની ચિંતા કરવા જેવુ નથી.
20 ઓગસ્ટની આસપાસ મધ્યપ્રદેશના ભાગો, વડોદરાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારી, સુરત, આહવા, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સોરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, વડોદરા, મહીસાગર, પંચમહાલ, ઉતરમાં સાબરકાંઠા, ઉતર ગુજરાત, કચ્છ, ઉતર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 17 ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે અને 30 ઓગસ્ટ પછી વરસાદી પાણી સારું ગણાતું નથી.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્યમાં 64.87 ટકા, સૌરાષ્ટ્રમાં 55. 11 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે.





















