શોધખોળ કરો

Gujarat Rain Update: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આ જિલ્લામાં મેઘમહેર, જાણો કયા ડેમ ઓવરફ્લો

Gujarat Rain Update: હવામાન વિભાગે 20 જુલાઇ સુધી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા કેટલા જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું છે.

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. વરસાદી સિસ્ટમ રાજસ્થાનમાં સક્રિય થઇ હોવાથી હાલ આ સિસ્ટનની અસરથી ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે.  રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 50.80 ટકા વરસાદ વરસી ચૂક્રયો છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે અને ડેમની શું સ્થિતિ છે જાણીએ 

વરસાદની આગાહી દરમિયાન ભરૂચ શહેરમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભરૂડના ઝાડેશ્વર, કસક, લીંક રોડ પર મનમૂકીને મેઘરાજા વરસ્યા. શક્તિનાથ, પાંચબત્તી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.બનાસકાંઠા જિલ્લામા મેઘમહેર યથાવત છે. 24 કલાકમાં ધાનેરામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે.

વાવ,કાંકરેજ, લાખણીમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો. થરાદ, દિયોદરમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો છે.દાંતીવાડા અને ડિસામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.પાટણ જિલ્લામાં ગત રાત્રે  મેઘરાજા મનમૂકીને વરસ્યાં. સરસ્વતી તાલુકામાં રાત્રે  પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે  સંત સરોવરમાં પાણીની આવક થઇ છે. સંત સરોવરના 2 દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી  છોડાયું છે.

અવિરત વરસાદના કારણે મહેસાણાનો ધરોઈ ડેમ 71 ટકા ભરાયો છે. ધરોઈ ડેમમાં 4 હજાર 444 ક્યૂસેક પાણીની આવક થઇ છે. હાલ ધરોઈ ડેમની જળ સપાટી 613.9 ફૂટ પર પહોંચી છે. જળ સપાટી 618 ફૂટ પર પહોંચ્યા બાદ સાબરમતીમાં  પાણી છોડાશે, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદના કલેક્ટરને આ બાબતે જાણ  કરાઈ  છે.

નવસારીનો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી 167.55 સુધી પહોંચી છે. વાંસદા, ચીખલી, ગણદેવીના 24 ગામને   એલર્ટ કરાયા છે.

આગામી 2 દિવસ વરસાદની આગાહી 

 રાજસ્થાન પર એક્ટિવ થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની અનુમાન છે.  મહીસાગર જિલ્લામાં પણ  ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે.  હવામાન વિભાગની આગાહી મુજબ 20 જુલાઈ સુધી અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસશે, વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 50.80 ટકા વરસાદ વરસ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
Gujarat Voter List SIR 2025: 5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ, ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ: ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
Advertisement

વિડિઓઝ

Kirit Patel : બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળાને લાયા, નામ લીધા વગર કિરીટ પટેલના પ્રહાર
Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વહાલું, કોણ દવલું?
Hun To Bolish : હું તો બોલીશ : ''લોક ભવન''
Hun To Bolish : હું તો બોલીશ : ગતિના કારણે દુર્ગતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
Gujarat Voter List SIR 2025: 5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ, ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ: ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
15 દિવસ સુધી રોજ મેથીનું પાણી પીવાથી આપણા શરીરમાં શું થાય ? જાણો
15 દિવસ સુધી રોજ મેથીનું પાણી પીવાથી આપણા શરીરમાં શું થાય ? જાણો
SIR Voter List 2003: શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
શિયાળામાં માત્ર 1 ચમચી મધનું સેવન તમને બીમારીઓથી રાખશે દૂર, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
શિયાળામાં માત્ર 1 ચમચી મધનું સેવન તમને બીમારીઓથી રાખશે દૂર, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
Embed widget