કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે CM રૂપાણી સાથે કરી મહત્વની બેઠક
કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે મહત્વની બેઠક યોજી હતી. જ્યાં રાજ્યની સાંપ્રત સ્થિતિ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે મહત્વની બેઠક યોજી હતી. જ્યાં રાજ્યની સાંપ્રત સ્થિતિ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સાંપ્રત કોરોનાની સ્થિતિ અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી, વિકાસના કામો અંગે સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં ચર્ચા હાથ ધરાઈ હતી.
ગૃહ મંત્રી અમિત શાહે જુના મકાનોનાં રીડેવપમેન્ટ આયોજન સંદર્ભે બેઠક કરી હતી. ગાંધીનગર લોકસભાનાં સંસદીય વિસ્તારમાં અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલ 122 હાઉસની કોલોની રીડેવલપમેન્ટની કામગીરી માટે કેટલીક કાયદાકીય ગુંચવણો દૂર કરીને નવી કોલોની તૈયાર થશે. 35 વર્ષથી હાઉસિંગ બોર્ડના મકાનો છે તે દૂર કરીને નવા મકાનો બનાવાશે. 122 સોસાયટી 35 વર્ષથી છે કે જેમાં કુલ 19 હજાર પરિવાર વસવાટ કરે છે તે તમામ માટે નવા ઘર બનાવાશે.
મહત્વનું છે કે, આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી , નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસુલ મંત્રી અને નારાયણપૂરાનાં ધારાસભ્ય કૌશિક પટેલ સહિત ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા. અમિત શાહ પોતાના વિસ્તારના પેન્ડિંગ રહેલા કામો સહિત મહત્વના પોજેક્ટના કામો વિશે ચર્ચા હાથ ધરી હતી.
અમિત શાહ બે દિવસ નાં ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓએ આજે ત્રણ ઓવરબ્રિજોનું આજે ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ સિંધુભવન ખાતે આવેલા દીન દયાળ હોલની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ રસીકરણ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ત્યાર બાદ તેઓએ કલોલ APMC માં આવેલા નવા કાર્યાલયનું ઉદ્ધાટન પણ કર્યું હતું. આ સાથે જ તેઓએ રૂપાલમાં માતા વરદાયિનીના દર્શન પણ કર્યા હતાં અને રાજ ભવન ખાતે રાજય પાલ સાથે બપોર નું ભોજન લીધુ હતુ.
ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી સાથે મહત્વની બેઠક યોજી હતી. જ્યાં રાજ્યની સાંપ્રત સ્થિતિ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સાંપ્રત કોરોનાની સ્થિતિ અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી, વિકાસના કામો અંગે સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં ચર્ચા હાથ ધરાઈ હતી.