શોધખોળ કરો

Gandhinagar: મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ ખેડૂતોની ન્યાયયાત્રા અંગે આવ્યો નવો વળાંક, અમરાભાઈએ કરી દીધી મોટી જાહેરાત

ગાંધીનગર: મુખ્યમંત્રી સાથે યોજાયેલ ખેડૂતોની બેઠક પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સમગ્ર કેસમાં ન્યાયિક કાર્યવાહી કરવાની બાહેંધરી આપવામાં આવતા ખેડૂતોની ન્યાયયાત્રા સમેટવાની જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી સાથે યોજાયેલ ખેડૂતોની બેઠક પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સમગ્ર કેસમાં ન્યાયિક કાર્યવાહી કરવાની બાહેંધરી આપવામાં આવતા ખેડૂતોની ન્યાયયાત્રા સમેટવાની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ અન્ય મુદ્દાઓ અંગે ખેડૂત આગેવાનો પોલીસ અધિકારી સાથે ચર્ચા કરશે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં હાજર અમરાભાઇ ચૌધરી સહિત તમામ ખેડૂત આગેવાનોને ડીવાયએસપી ઓફિસ ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યા હતા.

થપ્પડકાંડને લઈ ખેડૂતોની ન્યાય યાત્રા સમેટાઈ

મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ અમરાભાઈએ યાત્રા સમેટી છે. મુખ્યમંત્રીએ આપેલી હૈયાધારણા બાદ યાત્રા સમેટાઈ છે. ન્યાયિક તપાસની ખાતરી આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ સાથેની બેઠક બાદ અમરાભાઈ નરમ પડ્યા છે. થપ્પડકાંડના આઠ દિવસ બાદ અમરાભાઈએ સીએમ સાથે બેઠક કરી અને અમરાભાઈએ જાતે જ આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી. 

થપ્પડકાંડની ગુંજ ગાંધીનગર પહોંચે તે પહેલા પોલીસ એક્શનમાં

દિયોદરથી નીકળેલ ખેડૂત ન્યાયયાત્રાને આજે ગોઝારીયા રોકવામાં આવી હતી. અમરાભાઇ ચૌધરી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર રજૂઆત કરવા રવાના થયા હતા. હવે માહિતી સામે આવી રહી છે કે,  દીયોદરમાં ખેડૂત આંદોલનના મામલે ખેડૂત આગેવાનોને ગાંધીનગરનુ તેડું આવ્યું છે. 15 જેટલા ખેડૂત આગેવાનોને ગાંધીનગર લઇ જવામાં આવી રહ્યા છે. પોલીસ મધ્યસ્થી બની તમામ ખેડૂત આગેવાનોને ગાંધીનગર લઈ જઈ રહી છે. રેલીને ગોઝારીયા ખાતે રોકી દેવામાં આવી છે.

તો આ અંગે અમરાભાઈએ કહ્યું કે, સરકાર માગ નહીં સંતોષે તો ઉગ્ર આંદોલન કરીશુ. એક જ માગ, ધારાસભ્ય કેશાજીને સસ્પેન્ડ કરવામાં આવે. અમરાભાઈએ વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રીએ મળવા બોલાવ્યા છે. અમરાભાઈની એક જ માંગ છે કેશાજીને  સસ્પેન્ડ કરવામાં આવે. 15 જેટલા ખેડૂત આગેવાનોને ગાંધીનગર લઈ જવાયા છે. થપ્પડકાંડની ગૂંજ ગાંધીનગર પહોંચે તે પહેલા પોલીસના પ્રયાસ શરૂ થયા છે.

 ખેડૂતોની ન્યાય યાત્રાને પોલીસે રોકી

Mehsana:   બનાસકાંઠાના દિયોદરથી નીકળેલી ખેડૂતોની ન્યાય યાત્રાને મહેસાણાના ગોઝારીયા પાસે પોલીસ દ્ધારા  રોકી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ગોઝારીયા ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ખેડૂતોને આગળ ન વધવા માટેનો આદેશ આપવામા આવ્યો હતો. આવતીકાલે ખેડૂત નેતા રાકેશ ટિકૈત ન્યાય યાત્રામાં જોડાય તેવી હતી શક્યતા છે.

Gandhinagar: મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ ખેડૂતોની ન્યાયયાત્રા અંગે આવ્યો નવો વળાંક, અમરાભાઈએ કરી દીધી મોટી જાહેરાત

બનાસકાંઠાથી નીકળેલી ખેડૂતોની ન્યાય યાત્રાનો આજે સાતમો દિવસ છે.  સાતમા દિવસે ન્યાય યાત્રા મહેસાણાના ગોઝારીયા ખાતે પહોંચી હતી. જોકે ગોઝારીયા ખાતે મહેસાણા જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવામા આવતા તમામ ખેડૂતોને અહીથી આગળ ન વધવા દેવાના આદેશ અપાયા હતા. ખેડૂતોના પાંચ આગેવાનોની એક ટીમને ગાંધીનગર લઈ જવા માટે પોલીસ સમજાવી રહી છે પરંતુ ખેડૂતો યાત્રા લઈને ગાંધીનગર જવા માંગે છે જોકે હાલ તો ગોઝારીયા ખાતે યાત્રાને રોકી દેવામાં આવી છે અને પોલીસ ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરી રહી છે. આ યાત્રામાં ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા, બનાસકાંઠાના ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરી સહિત ખેડૂત આગેવાનો જોડાયેલા છે. ખેડૂતોની ન્યાય યાત્રાને રોકવા અંગે ખેડૂત નેતા અમરાભાઈએ સ્પષ્ટતા કરી હતી કે યાત્રા રોકવા સરકારે પોલીસને આગળ કરી છે. કોઈ કારણ સિવાય મહેસાણામાં પોલીસની મોટી ફોર્સ ઉતારાઈ છે પરંતુ અમારી યાત્રા યથાવત જ રહેશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે આગળ વધવાની તેઓએ વાત કરી હતી. જો કે કોઈ ખેડૂતની અટકાયત કરાઇ નથી.Gandhinagar: મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ ખેડૂતોની ન્યાયયાત્રા અંગે આવ્યો નવો વળાંક, અમરાભાઈએ કરી દીધી મોટી જાહેરાત

કૉંગ્રેસ નેતા પાલ આંબલીયાએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ ખેડૂતથી ડરે છે. યાત્રાને રોકવા ગેરકાયદે પ્રયાસ કરાયો હોવાનો પાલ આંબલીયાએ આરોપ લગાવ્યો હતો. ખેડૂતો માત્ર પોતાના ન્યાય માટેની લડત લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના દિયોદરમાં ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણની આગેવાનીમાં અટલ ભુજલ યોજના અંતર્ગત તાલુકાના ખેડૂતોની ઉપસ્થિત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઈ ચૉધરીએ દિયોદરના ખેડૂતોની સમસ્યાના સવાલો કર્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ ધારાસભ્યના સમર્થક એક વ્યક્તિએ અમરાભાઈ ચૉધરીને જાહેરમાં બે લાફા ઝીંકી દીધા હતા. ત્યારબાદથી ખેડૂતોએ આ ન્યાય યાત્રા શરૂ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget