શોધખોળ કરો

અમરેલીમાં કોરોનાએ મચાવ્યો કહેર, જાણો કયા 12 ગામડાને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા ?

જે ગામોમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસોમાં ઝડપથી વધારો થયો હોય તેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોમાં લોકોના કોરોના ટેસ્ટ કરાશે અને ગામમાં જ  સારવાર અપાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ અવર જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા છે.

અમરેલી: કોરોના વાયરસે રાજ્યને (Gujarat Corona Cases) અજગરી ભરડો લીધો છે. દિવસે ને દિવસે સ્થિતિ ખરાબ થતી જાય છે. ખાસ કરીને અમદાવાદ જેવા મહાનગરોની સ્થિતિ વધારે ખરાબ છે. કોરોનાને કાબુમાં કરવા લોકડાઉન (Lockdown) સિવાય વિકલ્પ નથી તે સમજીને લોકો સ્વયંભુ બંધ તરફ વળ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં સ્વૈચ્છિક લોકડાઉનનો (Self Lockdown) દરેક શહેરમાં, ગામેગામ ટ્રેન્ડ જોવા મળ્યો છે.

અમરેલી જીલ્લાના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધતાં તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા જિલ્લાના 12 ગામોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમરેલી તાલુકાના મોટા આંકડિયા, વડેરા, વાંકિયા, વરૂડી, બાબરા તાલુકાનું કોટડાપીઠા, બગસરા તાલુકાનું હામાપુર, ધારી,  જાફરાબાદનું ટીંબી, વડીયા-કુંકાવાવનું મોટી કુંકાવાવ, વડીયા, લાઠીનું મતિરાળા, લીલીયાનું મોટા લીલીયા ગામોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

જે ગામોમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસોમાં ઝડપથી વધારો થયો હોય તેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોમાં લોકોના કોરોના ટેસ્ટ કરાશે અને ગામમાં જ  સારવાર અપાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ અવર જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓને બાદ કરતાં તમામ દુકાનો બંધ રહેશે.

અમરેલીમાં કોરોનાએ મચાવ્યો કહેર, જાણો કયા 12 ગામડાને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા ?

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

રાજ્યમાં કોરોના  (Coronavirus) સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.  રવિવારે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે.  રવિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 10340 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 110 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે.  રાજ્યમાં રવિવારે 3981 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,37,545 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 61 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 61647 પર પહોંચ્યો છે. જેમાંથી 329 લોકો વેન્ટિલેટર પર અને 61318 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.43  ટકા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget