(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રના આ મોટા શહેરના ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ થયો ને પછી....
સોશિયલ મીડિયા પર ઘણી વખત લોકો શરમજનક પોસ્ટ મુકતા હોય છે અને આ કારણે ઘણા વિવાદ પણ થતાં હોય છે. હજુ થોડા સમય પહેલા જ અમરેલી ભાજપના એક ધારાસભ્યના વોટ્સએપમાંથી ભાજપના ગ્રુપમાં એક બીભત્સ પોસ્ટ થઈ હતી.
અમરેલીઃ સોશિયલ મીડિયા પર ઘણી વખત લોકો શરમજનક પોસ્ટ મુકતા હોય છે અને આ કારણે ઘણા વિવાદ પણ થતાં હોય છે. હજુ થોડા સમય પહેલા જ અમરેલી ભાજપના એક ધારાસભ્યના વોટ્સએપમાંથી ભાજપના ગ્રુપમાં એક બીભત્સ પોસ્ટ થઈ હતી. જે બાદ ધારાસભ્યએ ફોન હેક થયો હોવાનું જણાવ્યું હતું. જે બાદ ફરી વખત ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
નેતાઓ મુકાયો શરમજનક સ્થિતિ
અમરેલી ભાજપના ગ્રુપમાં કોઈ સભ્યેએ બીભત્સ વીડિયો મુકતાં આગેવાનો શરમજનક સ્થિતિમાં મુકાયા હતા. આ ગ્રુપમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા, ધારસભ્ય જે.વી.કાકડિયા, પૂર્વ ધારાસભ્ય મનસુભભાઈ ભુવા સહિત અનેક મહિલા આગેવાનો પણ છે.
સ્ક્રીન શોટ થયો વાયરલ
વીટીપી બીજેપી સંગઠન નામના વોટ્સએપ ગ્રુપમાં આ વીડિયો પોસ્ટ કરાયો હતો. વીડિયો પોસ્ટ થયા બાદ ગ્રુપમાં તહેલકો મચી ગયો હતો. જોકે થોડી જ મિનિટોમાં આ વીડિયો ડિલિટ કરી દેવાયો હતો પરંતુ તેનો સ્ક્રીન શોટ ફરતો થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો.
Gujarat Monsoon: રાજ્યના આ 5 તાલુકામાં નથી પડ્યો પાંચ ઈચ વરસાદ, જાણો કઈ કઈ તારીખે ભારેથી અતિભારે વરસાદની છે આગાહી?
અમદાવાદઃ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અંતિમ દિવસ છે. શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં ગુજરાતમાં હજુ સુધીનું ચોમાસું સાધારણ રહ્યું છે અને ૧૬.૪૬ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૪૯.૭૮% વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૨ જિલ્લામાં વરસાદની ૫૦%થી વધુ ઘટ છે જ્યારે પાંચ તાલુકામાં હજુ સુધી કુલ પાંચ ઈંચ વરસાદ પણ પડયો નથી. જોકે, રાહતની વાત એ છે કે હવામાન વિભાગે આગામી ૭ સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે. આગામી ૭થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
રાજ્યના આ 5 તાલુકામાં નથી પડ્યો પાંચ વરસાદ
ગુજરાતના જે જિલ્લામાં હજુ વરસાદની ૫૦%થી વધુ ઘટ છે તેમાં અમદાવાદ-અરવલ્લી-બનાસકાંઠા-દાહોદ-ગાંધીનગર-ખેડા-મહીસાગર-પંચમહાલ-સાબરકાંઠા-તાપી-વડોદરાનો સમાવેશ થાય છે. જેમાં ૬૩% સાથે ગાંધીનગર જિલ્લો સૌથી વધુ ઘટ ધરાવે છે. સમગ્ર ગુજરાતમાં હજુ વરસાદની ૪૧% ઘટ છે. રાજ્યમાં વાવ-થરાદ-સાંતલપુર-લાખાણી અને લખપત એમ પાંચ તાલુકામાં કુલ પાંચ ઈંચ પણ વરસાદ નોંધાયો નથી. જેમાં બનાસકાંઠાના વાવમાં સૌથી ઓછો ૩.૦૩ ઈંચ, થરાદમાં ૩.૦૭ ઈંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં ૩૨.૬૨ ઈંચ સાથે મોસમનો સૌથી વધુ ૫૬.૬૯% જ્યારે ૮.૬૨ ઈંચ સાથે કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અત્યંત સાધારણ છે. ગત વર્ષે ૫ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં ૩૯.૭૧ ઈંચ સાથે મોસમનો ૧૨૧.૩૯% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. ગત વર્ષે ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો ન હોય તેવા એક પણ જિલ્લા નહોતા. જેની સરખામણીએ આ વખતે ૬૯ એવા તાલુકા છે જ્યાં ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જૂનમાં ૪.૭૩ ઈંચ, જુલાઇમાં ૬.૯૫ ઈંચ, ઓગસ્ટમાં ૨.૫૭ ઈંચ, સપ્ટેમ્બરમાં હજુ સુધી ૨.૧૪ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
ફરી જામી શકે છે ચોમાસું
રાહતની વાત એ છે કે ગુજરાતમાં આગામી ૭ સપ્ટેમ્બરથી ચોમાસું ફરી જામી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૭ સપ્ટેમ્બરે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી-૮ સપ્ટેમ્બરે સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૃચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદમાં જ્યારે ૯ સપ્ટેમ્બરે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.