શોધખોળ કરો
Advertisement
અમરેલીઃ પરેશ ધાનાણીના ગઢમાં ફરી ગાબડું, જાણો કયા ટોચના નેતા ભાજપમાં જોડાયા?
લાઠી તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જનક તળાવીયાને કોંગ્રેસમાંથી સ્પેન્ડ કરતા તેઓ ભાજપમાં જોડાયા છે. તેમની સાથે લાઠી તાલુકાના 15 જેટલા કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. લાઠી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન,ન્યાય સમિતિના ચેરમેન,એક સદસ્ય પણ ભાજપમાં જોડાયા છે.
અમરેલીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ફરી એકવાર ગાબડું પડ્યુ ંછે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. લાઠી કોંગ્રેસના આગેવાનોએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. લાઠી તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જનક તળાવીયાને કોંગ્રેસમાંથી સ્પેન્ડ કરતા તેઓ ભાજપમાં જોડાયા છે.
તેમની સાથે લાઠી તાલુકાના 15 જેટલા કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. લાઠી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન,ન્યાય સમિતિના ચેરમેન,એક સદસ્ય પણ ભાજપમાં જોડાયા છે. કાચરડી જિલ્લા પંચાયતના સદસ્યએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. 2 ગામોના સરપંચોએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. સાંસદ નારણ કાછડીયા, દિલીપ સંઘાણી, કૌશિક વેકરીયાએ ભાજપમાં આવકાર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion