શોધખોળ કરો
Advertisement
જૂનાગઢઃ ‘હાય, કેમ છો ડાર્લિંગ’ મેસેજ મોકલી શારીરિક સંબંધ બાંધવા મળ્યું નિમંત્રણ, અમરેલીનો યુવક પહોંચ્યો જૂનાગઢ ને.....
ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં આ રીતે યુવકને ફસાવતી શબાનાએ આ જ રીતે લીલીયા તાલુકાના ભોરીંગડા ગામના ખાનગી નોકરી કરતા વિજય પરમારને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો.
જૂનાગઢઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરતા વિજય પરમાર નામના યુવક સાથે વોટ્સએપ દ્વારા પરિચય કેળવીને પછી સેક્સ માણવા માટે બોલાવી નાણાં પડાવવાના કેસમાં મોટો ખુલાસો થયો છે.
આ કેસમાં પોતાને ‘મનિષા પટેલ’ તરીકે ઓળખાવનારી યુવતીનું સાચું નામ શબાના છે. શબાના યુવકોને રંગરેલિયાં મનાવવાના બહાને બોલાવીને અપહરણ કરાવતી ને પછી તેની સાથે અંગત પળોના વીડિયો બનાવીને બ્લેકમેઈલ કરતી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ યુવતી પોતાનું નામ હંસાબા હોવાનું પણ ઘણી વાર કહેતી હતી.
ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં આ રીતે યુવકને ફસાવતી શબાનાએ આ જ રીતે લીલીયા તાલુકાના ભોરીંગડા ગામના ખાનગી નોકરી કરતા વિજય પરમારને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો. શબાના સૌથી પહેલાં ‘ગૂડ મોર્નિંગ’નો મેસેજ કરતી અને પછી ‘હાય, કેમ છો ડાર્લિંગ’ મેસેજ કરતી. ત્યાર પછી ‘હવે તમે મને ન ઓળખો’ એમ કરી વાતને આગળ ચલાવતી. પછી ‘મારું નામ મનીષા પટેલ છે’ તેમ કહી પોતાના વિશે તમામ માહિતી આપીને ફસાવતી હતી.
શબાના સુખનાથ ચોક, જુનાગઢ ખાતે રહેતા અમીરખાન બાબીની વાઈફ છે. શબાના અને અમીરખાન સાથે મળીને આ રીતે યુવકોને સેક્સ માણવાના બહાને બોલાવી તેમનાં અપહરણ કરીને નાણાં ખંખેરતાં હતાં. તેમની ગેંગમાં બીજા ત્રણ લોકો પણ હતાં ને પાંચેય આરોપીને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડા 1,65,000 રૂપિયા, કાર અને મોબાઈલ એમ કુલ મળીને 5 લાખ 80 હજારનો મુદ્દામાલ અમરેલી એસ.ઓ.જીની ટીમે ઝડપી પાડ્યો છે.
શબાનાએ અમરેલી તાલુકાના બાબાપુર નજીક ભોરીંગડા ગામના વિજય પરમારને ફસાવી તેમનું અપહરણ કર્યું અને જૂનાગઢ ખાતે લઇ ગયા હતા. જૂનાગઢ જઇ તેમને માર મારી તેમની પાસેથી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી. ફરિયાદી વિજયભાઈએ દોઢેક લાખની વ્યવસ્થા કરી આપી અને ત્યાર બાદ બીજા દોઢ લાખ રૂપિયા આંગડીયા મારફતે મોકલી આપવાનું વચન આપતાં છોડ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગેજેટ
ટેકનોલોજી
Advertisement