શોધખોળ કરો

Amreli Rain: બગસરાનો મુંજીયાસર ડેમ ઓવરફ્લો, 5 ગામોને કરાયા એલર્ટ

નીચાણવાળા ગામ લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર ન કરવા તેમજ સાવચેતી રાખવા તંત્રની સૂચના છે.

Amreli Rain: રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. અમરેલીના બગસરા શહેરમાં વરસાદના પગલે રસ્તાઓ પાણી પાણી થયા છે. બગસરા શહેર તેમજ લૂંઘીયા સહિત આસપાસમાં ધોધમાર વરસાદ પડતા
શહેરના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. જગતના તાતની ચિંતાઓના ઘેરાયેલા વાદળો વરસાદરૂપી વરસ્યા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

વરસાદના પગલે બગસરા તાલુકાના મુંજીયાસર ગામ પાસે સાંતલી નદી ઉપર આવેલો મુંજીયાસર ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઈ બગસરા તાલુકાના જામકા, સનાળિયા, બગસરા, જેઠીયાવદર, શીલાણા સહિત પાંચ ગામને એલર્ટ કરાયા છે, જ્યારે અમરેલી તાલુકાના બાબાપુર, મોટા માંડવડા, ટીમલા, ગાવડકા અને પાણીયા સહિત પાંચ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા ગામ લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર ન કરવા તેમજ સાવચેતી રાખવા તંત્રની સૂચના છે.

Amreli Rain: બગસરાનો મુંજીયાસર ડેમ ઓવરફ્લો, 5 ગામોને કરાયા એલર્ટ

રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સૂચના મુજબ તમામ અસરગ્રસ્ત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક પગલાંઓ લઈ પુનઃ એક વાર 'ઝીરો હ્યુમન લાઇફ લોસ'ના સૂત્રને સફળ બનાવવામાં આવ્યું છે તેમ રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું છે. રાહત કમિશનરશ્રીએ ઉમેર્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના ૧૨૬ તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને ૧૩ પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે.

તેમણે કહ્યું કે, ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં કુલ ૧૨,૪૪૪ વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા ૬૧૭ વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓને સેલ્ટર હોમ ખાતે લઇ જઇ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે.

Amreli Rain: બગસરાનો મુંજીયાસર ડેમ ઓવરફ્લો, 5 ગામોને કરાયા એલર્ટ

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યના ૮૦ ડેમ ૯૦ ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ

Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ

આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી

વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય

Embed widget