શોધખોળ કરો

Panchmahal: પંચમહાલમાં પાણી ભરેલા ખાડામાં 8 વર્ષનું બાળક પડી જતા મોત

પંચમહાલ:  અણિયાદ ચોકડી પાસે 10 ફૂટ ઊંડા પાણી ભરેલા ખાડામાં 8 વર્ષનું બાળક પડી જતા અરેરાટી મચી ગઈ હતી. બિલ્ડર દ્વારા સાઈડ પર મસમોટા ખાડા કરી બેરિકેડિંગ ન કરવામાં આવતા ઘટના બની હોવાની વાત સામે આવી છે.

પંચમહાલ:  શહેરાના અણિયાદ ચોકડી પાસે 10 ફૂટ ઊંડા પાણી ભરેલા ખાડામાં 8 વર્ષનું બાળક પડી જતા અરેરાટી મચી ગઈ હતી. અણીયાદ ચોકડી પાસે નિર્માણાધિન એપાર્ટમેન્ટમાં પાછળના ભાગમાં કરવામાં આવેલા 10 ફૂટ ઊંડા પાણી ભરેલા ખાડામાં રમતા રમતા બાળક પડ્યું હતું. જો કે કમનસીબે આ બાળકનો જીવ બચાવી શકાયો નહોતો. હાલમાં બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, બાળકને શોધવા માટે મુક્તજીવન ડિઝાસ્ટર એકેડમી ઉપરાંત સ્થાનિક ડિઝાસ્ટર એકેડમી તેમજ નગરપાલિકાની ટીમે હાથ ધરી હતી. બાળકના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બિલ્ડર દ્વારા સાઈડ પર મસમોટા ખાડા કરી બેરિકેડિંગ ન કરવામાં આવતા ઘટના બની હોવાની વાત સામે આવી છે.

 જામનગરમાં પોતાની જાતને ગોળી મારી યુવકે કર્યો આપઘાત

જામનગરમાં એક યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ યુવાને લમણે ગોળી મારી પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે. ખીજડીયા કાલાવડ બાયપાસ વચ્ચે કારમાં જ યુવકે આપઘાત કરી લીધો હતો. રહસ્યમય રીતે યુવકે આપઘાત કર્યાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. જો કે, યુવાને આપઘાત શા માટે કર્યો તે ચર્ચાનો વિષય છે.

અંકલેશ્વરમાં 12 વર્ષની બાળકી સાથે 55 વર્ષના આધેડે દુષ્કર્મ કરતા ચકચાર

અંકલેશ્વરમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. એક ગામમાં પડોશમાં રહેતા 55 વર્ષીય આધેડે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. હાલમાં અંકલલેશ્વર ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી છે. લોકોમાં પણ આ ઘટનાને લઈને ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

ચંડીગઢ યુનિવર્સિટીમાં MMS કાંડ પર હોબાળો

મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં રાત્રે બે વાગ્યે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. વાસ્તવમાં યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક છોકરી પર આરોપ છે કે તેણે હોસ્ટેલની 5 થી 6 વિદ્યાર્થીનીઓનો સ્નાન કરતો વીડિયો બનાવ્યો હતો અને તેને એક યુવકને મોકલી દીધો હતો. આ બાબતે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં હોબાળો મચાવ્યો હતો. આ પછી એમએમએસ બનાવનાર યુવતીને પોલીસને હવાલે કરવામાં આવી છે. પોલીસે આ યુવતી વિરુદ્ધ FIR પણ નોંધી છે. આ યુવતી લાંબા સમય સુધી યુવતીઓના નહાતી હોવાનો વીડિયો બનાવી રહી હતી અને તેને તે યુવકને મોકલતી હતી જેને તે જાણતી હતી. આ યુવકે આ વીડિયો ઈન્ટરનેટ પર મૂક્યો હતો જે વાયરલ થયો હતો. જ્યારે યુવતીઓએ ઈન્ટરનેટ પર તેનો વીડિયો જોઇ દંગ રહી ગઇ હતી.

યુનિવર્સિટી મેનેજમેન્ટ પર ઘટના દબાવવાનો આરોપ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News | મદરેસાના સર્વેની કામગીરી દરમિયાન અમદાવાદમાં બબાલ, જુઓ શું છે મામલો?Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનું સત્ય શું ?Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણી ગઈ પણ ધમકી રહીChaitar Vasava Vs Mansukh Vasava | ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે MLA અને MPનો તમાશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Sundar Pichai: ક્યું ઈન્ડિયન ફૂડ ખાવાનું પસંદ કરે છે ગૂગલના CEO સુંદર પિચાઈ, જવાબ સાંભળીને તમારા મોઢામાં પણ પાણી આવી જશે
Sundar Pichai: ક્યું ઈન્ડિયન ફૂડ ખાવાનું પસંદ કરે છે ગૂગલના CEO સુંદર પિચાઈ, જવાબ સાંભળીને તમારા મોઢામાં પણ પાણી આવી જશે
RCB vs CSK: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં પોતાના નામે કર્યો અનોખો રેકોર્ડ
RCB vs CSK: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં પોતાના નામે કર્યો અનોખો રેકોર્ડ
Chandu Champion Trailer: કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' નું દમદાર ટ્રેલર રિલીઝ, દેશભક્તિથી ભરપૂર હશે ફિલ્મ
Chandu Champion Trailer: કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' નું દમદાર ટ્રેલર રિલીઝ, દેશભક્તિથી ભરપૂર હશે ફિલ્મ
Embed widget