શોધખોળ કરો

Kutch Earthquake: હે રામ! કચ્છમાં બિપરજોય વાવાઝોડાની દસ્તક પહેલા ભૂકંપનો આંચકો આવતા ફફડાટ

Kutch Earthquake: કચ્છમાં એક તરફ બિપરજોય વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ છે તો બીજી તરફ વાવાઝોડાની વચ્ચે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વાવાઝોડા વચ્ચે ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  

Kutch Earthquake: કચ્છમાં એક તરફ બિપરજોય વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ છે તો બીજી તરફ વાવાઝોડાની વચ્ચે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વાવાઝોડા વચ્ચે ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  સામે આવેલી વિગતો અનુસાર ભચાઉમાં અનુભવાયેલા આંચકાની તીવ્રતા 3.5 ની  આંકવામાં આવી છે. 5:05 મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી 5 કિમી કેન્દ્ર બિંદુ નોંધાયું છે.

વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બુધવારે કચ્છ અને દ્વારકામાં, જ્યારે ગુરુવારે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. બિપરજોય વાવાઝોડાની અસરના કારણે  16 અને 17 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અતિથી અતિભારે વરસાદ પડવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. 

ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે

બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.  સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે  વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન વરસાદને લઇને હવામાન વિભાગે પણ  આગાહી છે. પોરબંદર, દ્વારકા, કચ્છ,બનાસકાંઠા,પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી

ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ

પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે.  બખરલા,બગવદર,મઢવાડા,મજાવાણા,સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે.  વરસાદની સાથે ભારે પવન જોવા મળી રહ્યો છે.  ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે.  સોમવારથી સતત વરસાદી માહોલથી ખેતરો છે. દેવકા નદીમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના તળાવો અને ચેકડેમ પણ છલકાયા છે.  

બિપરજોય વાવાઝોડાને લઈ સામે આવ્યા મહત્વના સમાચાર

ગુજરાતના દરિયાકાંઠાની વાવાઝોડાના અંતરમાં  વધારો થયો છે. જોકે બિપરજોય વાવાઝોડાનો ખતરો યથાવત છે.  15 જૂને સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ટકરાશે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું લેટેસ્ટ બુલેટિન સામે આવ્યું છે.  દ્વારકા અને પોરબંદરથી વાવાઝોડાનું અંતર વધ્યું છે.  દ્વારકાથી વાવાઝોડુ 300 કિમી દૂર છે. જ્યારે પોરબંદરથી વાવાઝોડુ 330 કિમી દૂર છે, જ્યારે  320 કિમી જખૌથી દૂર છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. 

કચ્છના જખૌ બંદર પરથી તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.  જખૌમાં 522 બોટને સુરક્ષિત સ્થળે કાંઠા પર રખાઈ છે.  બોટ રિપેરિંગનું કામ કરનાર 100 કારીગરોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કંડલામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  કચ્છમાં માંડવીનો દરિયો તોફાની બન્યો છે.  માંડવી દરિયાકિનારે ભારે પવન ફુંકાવાનો  શરૂ થયો છે.  દરિયાના મોજામાં પણ ભારે કરંટ જોવા મળ્યો છે.  ભારે પવનના કારણે માંડવી બંદર ઉપર આવેલ ખાણીપીણાંનાં સ્લોટોના પતરા પણ ઉડ્યો છે.  આજે કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget