શોધખોળ કરો

Gujarat Elections 2022: થરામાં કોંગ્રેસની સભામાં ખિસ્સા કાતરુંઓએ મચાવ્યો તરખાટ, અનેક લોકોના પૈસા ચોરાયા

Gujarat Assembly Elections 2022: આજે કાંકરેજના થરામાં કોંગ્રેસની સભામાં યોજાઈ હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો. જો કે આ બધાની વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Gujarat Assembly Elections 2022: આજે કાંકરેજના થરામાં કોંગ્રેસની સભામાં યોજાઈ હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો. જો કે આ બધાની વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સભામાં ખિસ્સા કાતરુંઓએ પોતાની કળા બતાવી હોવાની વાત સામે આવી છે. કોંગ્રેસની સભાની ભીડમાં 5થી વધુ લોકોના ખીસામાંથી રોકડ રૂપિયા ચોરાયા હોવાની ઘટના સામે આવી છે. ભીડમાં ખિસ્સા કાતરુંઓએ લોકોને ધકાકા મુક્કીમાં ટાર્ગેટ બનાવ્યા હતા. આ મામલે બે શંકાપદ વ્યક્તિની થરા પોલીસે કરી અટકાયત કરી છે.

લલિત કગથરાએ સાંસદ મોહન કુંડારિયા પર કર્યા આકરા પ્રહારો

 કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા હાલમાં ગામડે ગામડે પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચાર અંતર્ગત તેઓ પાનેલી ગામે પહોંચ્યા હતા જ્યાં તેમણે સાંસદ મોહન કુંડારિયા પર કર્યા આકરા પ્રહારો કર્યા હતા. પાનેલી ગામે મોહન કુડાંરિયાને વર્ષો સુધી મત આપ્યા હતાં. સાસદ મોહન કુંડારીયા પાનેલી ગામે ક્યારેય હાઈસ્કૂલ ન લાવી શક્યા. અધિકારીએ સાથે બાજીને હું હાઇસ્કુલ લાવ્યો છું. મોહન કુંડારિયા વર્ષમાં ક્યારેય હાઇસ્કુલ લાવી શક્યા નહિ. મોહન કુંડારિયાએ ક્યારે આરોગ્યનો કેમ્પ કરી શક્યા નહિ. 

ત્યાર બાદ ટંકારા પડધરીના કોંગ્રેસના ઉમેદવાર લલિત કાગથરા ગીડચ ગામ પહોંચ્યા હતા. ગામના ચોરે ગામના લોકો સાથે ચર્ચા કરી હતી. ગામના ચોરે ખેડૂતો અને માલધારીઓ સાથે ચર્ચા હતી. ગામના ખેડૂતોએ લલિત કગથરાને લાઈટના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. લલિત કગથરાએ કહ્યું 2017માં પણ આ પ્રશ્ન હતો, 2022માં પણ લાઈટનો જ પ્રશ્ન છે. લલીત કગથરાએ કહ્યું કે ઉદ્યોગોમાં જ્યારે લાઈટ કાપ મૂકવામાં આવે ત્યારે વળતર આપવામાં આવે છે. ખેડૂતોની લાઈટ કાપવામાં આવે ત્યારે કેમ વળતર નહીં. ગામના ખેડૂતોએ કહ્યું લાઈટ વારંવાર ઝટકા મારે છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટો પ્રશ્ન પાવર ટ્રીપિંગનો છે.

ગુજરાત NCP માં ડખાં

જ્યારથી દેવગઢ બારીયા સીટ પરથી એનસીપીના ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. આજે એનસીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ત્રણ બેઠક પર ગઠબંધન થયું હતું. દેવગઢ બારીયાની બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો. જે ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું જેને લઈને દેવગઢબારિયા બેઠક પર ભાજપ સાથે એનસીપીએ ગોઠવણ કરી હોવાનો એનસીપીના નેતા વિજય યાદવે આક્ષેપ કરી વિરોધ કર્યો છે.

એનસીપીના ગુજરાતના પ્રમુખ જયંત પટેલ ઉર્ફે બોસ્કી પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. NCPના રાષ્ટ્રીય મહામંત્રી વિજય યાદવએ કહ્યું કે એનસીપીમાંથી દેવગઢબારિયા બેઠક માટે હું છેલ્લા એક બે વર્ષથી મહેનત કરતો હતો અને મારું નામ ઉમેદવાર તરીકે જાહેર થવાનું હતું. જ્યારે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ત્રણ બેઠકો ઉપર ગઠબંધન થયું ત્યારે દેવગઢ બારીયા બેઠક પરથી મારું નામ જાહેર થવાની જગ્યાએ કોઈ બીજાનું નામ જાહેર થયું.  સાથે જ કહ્યું કે, ગુજરાત એનસીપીમાંથી અમે રાજીનામું નહીં આપીએ પરંતુ અમે રાષ્ટ્રીય નેતૃત્વ સુધી અમારી વાત પહોંચાડીશું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદમાં પોલીસની ઓળખ આપી હોટલમાં રહીને રોફ જમાવતા આરોપીની ધરપકડBandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
Embed widget