શોધખોળ કરો

Kutch: કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત, દરિયાકાંઠેથી વધુ 10 પેકેટ મળ્યા

સુરક્ષાની દ્રષ્ટીએ અતિસંવેદનશીલ કચ્છ જિલ્લો જ્યાં બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે.  સતત પાંચમાં દિવસે દરિયા કાંઠે ચરસના 10 પેકેટ મળી આવ્યા છે.

ભૂજ:  સુરક્ષાની દ્રષ્ટીએ અતિસંવેદનશીલ ગણાતો કચ્છ જિલ્લો જ્યાં બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચરસના પેકેટ સતત મળી રહ્યા છે. ફરી એક વખત દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે.   સતત પાંચમાં દિવસે દરિયા કાંઠે ચરસના 10 પેકેટ મળી આવ્યા છે.  પાછલા પાંચ દિવસમાં ચરસના 140 અને હેરોઈનના 3 પેકેટ મળી આવ્યા છે. જેને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. સુરક્ષા એજન્સીની તપાસ દરમિયાન આ ચરસના પેકેટ મળી આવ્યા છે.   

પીળા રંગના પ્લાસ્ટિકના કોથળામાંથી ચરસના 10 પેકેટ મળ્યા

ગઈકાલે ચરસના પેકેટની સાથે વિસ્ફોટક સેલ મળી આવતા તપાસ એજન્સીઓ વધુ સાવચેત બની છે. તપાસ એજન્સીઓ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મોડી રાત્રે મરીન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચરસના વધુ 10 પેકેટ મળી આવ્યા છે. શેખરણ ટાપુ પર દરિયાઈ મોજા સાથે તણાઈ આવેલા પીળા રંગના પ્લાસ્ટિકના કોથળામાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. 

ચરસના પેકેટની  સાથે વિસ્ફોટક સેલ પણ  મળી આવ્યો હતો

કચ્છના દરિયાકાંઠેથી છેલ્લા એક સપ્તાહની અંદર 130થી વધારે ચરસના પેકેટ દરિયાકિનારેથી  મળી આવ્યા છે.   એક દિવસ પહેલા જ  તપાસ એજન્સીઓની  તપાસ દરમિયાન  ચરસના પેકેટની  સાથે વિસ્ફોટક સેલ પણ  મળી આવ્યો હતો.  ઉચ્ચ અધિકારીઓ સેલ અંગે તપાસ કરશે. જખૌ નજીકથી બે દિવસમાં 50થી વધુ ચરસના પેકેટ જપ્ત કરાયા છે.  ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનથી અવારનવાર દરિયામાં તણાઈને  પ્લાસ્ટિકના કોથળામાં 10-10ના પેકેટની પેકિંગમાં કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતા હોય છે.   જખૌના દરિયાઈ વિસ્તારની આસપાસના બેટ અને ટાપુ પર વિવિધ સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 

ચરસ અને એક હેરોઈન ડ્રગ્સનું પેકેટ ઝડપાયું હતું     

થોડા દિવસો પહેલા કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ચરસ અને એક હેરોઈન ડ્રગ્સનું પેકેટ ઝડપાયું હતું. બીએસએફ દ્વારા જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હેરોઈનનું પણ એક પેકેટ જપ્ત કરાયું હતું.  જખૌથી 11 કિલોમીટર દૂર નિર્જન કુંડી બેટ પરથી 1 કિલોગ્રામના એવા 10 ચરસના પેકેટ અને એક કિલો હેરોઈન ડ્રગ્સનું પેકેટ મળ્યા હતા.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget