શોધખોળ કરો

Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ફરી વધવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 17 અને 18 જુલાઈ દરમિયાન નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ: ૧૭-૧૮ જુલાઈએ નવી સિસ્ટમ સક્રિય થશે.
  • આ સિસ્ટમથી ૨૦ જુલાઈ સુધી હળવા વરસાદી ઝાપટાં શક્ય.
  • ૨૨-૩૦ જુલાઈએ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના.
  • રથયાત્રાના દિવસે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે.

ગાંધીનગર: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ફરી વધવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 17 અને 18 જુલાઈ દરમિયાન નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના પ્રભાવથી રાજ્યના અનેક વિસ્તારોમાં 20 જુલાઈ સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે. ત્યારબાદ 22થી 30 જુલાઈ દરમિયાન વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

17 અને 18 જુલાઈએ સક્રિય થશે નવી વરસાદી સિસ્ટમ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 17 અને 18 જુલાઈ દરમિયાન વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમના કારણે પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે, જેની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે. નવી વરસાદી સિસ્ટમના પ્રભાવથી 20 જુલાઈ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જેના કારણે ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળવાની શક્યતા છે.

22થી 30 જુલાઈ વચ્ચે ભારે વરસાદની સંભાવના

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 22થી 30 જુલાઈ વચ્ચે વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ આ સિસ્ટમના પ્રભાવથી સારો વરસાદ થઈ શકે છે. જો આ અનુમાન મુજબ વરસાદ થાય તો ખેતી અને જળાશયો માટે લાભદાયી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો- Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદનું અનુમાન

અંબાલાલ પટેલે આવતીકાલે રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. જેના કારણે રથયાત્રાના આયોજન દરમિયાન હવામાનની સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી શકે છે.

15 થી 20 જુલાઈ દરમિયાન ભારે વરસાદનું અનુમાન

દેશના મોટાભાગના ભાગોમાં ફરી એકવાર ચોમાસુ વધુ તીવ્ર બનવાની તૈયારીમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 15 થી 20 જુલાઈ દરમિયાન ઉત્તર, પૂર્વ, મધ્ય, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને ભારે પવન ફૂંકવાની ચેતવણી જારી કરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget