Gujarat election 2022: છોટાઉદેપુર ભાજપમાં ભંગાણ, પાલિકાના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા
Gujarat assembly election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની સિઝન યથાવત છે. છોટાઉદેપુરના દેવગઢ બારીયા ભાજપમાં ભંગાણ સામે આવ્યું છે.
![Gujarat election 2022: છોટાઉદેપુર ભાજપમાં ભંગાણ, પાલિકાના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા Around 10 BJP leaders joined the Aam Aadmi Party in Chotaudepur Gujarat election 2022: છોટાઉદેપુર ભાજપમાં ભંગાણ, પાલિકાના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/08fddb1c0ef772f4305b755876acafe81669560445738397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat assembly election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની સિઝન યથાવત છે. છોટાઉદેપુરના દેવગઢ બારીયા ભાજપમાં ભંગાણ સામે આવ્યું છે. પાલિકા સભ્ય, પાલિકા પૂર્વ પ્રમુખ સહિત 10 જેટલા આગેવાનો આમ આદમીમાં જોડાયા છે. છોટાઉદેપુર ખાતે આપ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવાના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલસિંહ ઝાલા, ભાજપના પાલિકા સભ્ય અક્ષયભાઈ જૈન, પૂર્વ પાલિકા સભ્ય જીતેન્દ્રકુમાર મોહનીયા આપમાં જોડાયા છે.
વિધાનસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં બીજેપીને લાગ્યો ઝટકો
વિધાનસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. ધ્રાંગધ્રા ખાતે યોજાયેલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની જાહેરસભામાં ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના ધારાસભ્ય પરસોતમ સાબરીયાના કૌટુંબિક ભાઈ ભુપત સાબરિયા સહિત અંદાજે 20થી વધુ આગેવાનો અને સમર્થકો કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના આગેવાનોએ કોંગ્રેસમાં જોડાયેલ તમામ આગેવાનોનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે.
વિદ્યાર્થીઓ કેનેડા જવાને બદલે કેનેડાવાળા ગુજરાત આવે એવું કામ કરવું છે: કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ સુરતમાં હતા. જ્યાં તેમણે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. કેજરીવાલને કાપડ વેપારી અને શિક્ષણ પ્રથાથી પીડિત લોકોએ પ્રશ્ન કરી ફરિયાદ કરી હતી. કેજરીવાલે કહ્યું જેમ ચૂંટણીમાં વાત કરીએ એમ જ સરકાર બનાવ્યા બાદ પણ વાત કરીશું. જે વ્યાપારી ખુલીને વાત નથી કરી શકતો એ ક્યારેય આર્થિક પ્રગતિ કરી શકતા નથી. ખબર નહીં આપને કેટલાકને નોટિસ આવી જશે. ગુજરાતમાં ડરનો માહોલ છે.
લોકોને પૂછીએ છીએ કોને વોટ આપશો તો કહે છે ભાજપ. આ ભાજપ કહેવા વાળા બધા આપને વોટ આપશે. વ્યાપારીઓ સાથે ગુંડાગીરી કરે છે. આપ આવશે તો કાપડ વ્યાપારીને સાથ આપશે. સરકાર વ્યાપારીઓ સાથે ચોર હોય તેમ વ્યવહાર કરે છે. આપ તમને સન્માન આપશે. કાપડ વ્યાપારીઓની સમસ્યા ઉકેલવામાં સ્પેશ્યલ કાયદો બનાવીશું. વ્યાપારીઓ પેમેન્ટની પરેશાનીથી પરેશાન છે તે પણ દૂર કરીશું,
સુરતને આખા દેશનું ગારમેન્ટ હબ બનાવવામાં આવશે. માર્કેટને મોર્ડન બનાવવામાં આવશે. MSME નો લાભ વ્યાપારીઓને લાભ મળતો નથી. વ્યાપારીઓ માટે 1 કરોડની લિમિટ રાખવામાં આવશે. Gst રેટ ને રાજ્ય કક્ષાએ સિમ્પલીફાઈ કરાશે. વીજળીનો રેટ સસ્તો કરવામાં આવશે. 1076 નંબર દિલ્લીમાં જાહેર કરાયો છે. જેમાં સરકારી કર્મચારી ઘરે આવી કામ કરી જાય છે. કોઈ દલાલને રિસ્વત આપવાની જરૂર નથી. આ પ્રથા ગુજરાતમાં લાવવામાં આવશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)