(Source: ECI/ABP News/ABP Majha)
Arvind Kejriwal Gujarat visit: કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા, રિક્ષા ચાલકો, વેપારીઓ સાથે સંવાદ કરશે
ગુજરાત વિધાનસભા મિશન 2022 માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા.
Arvind Kejriwal Gujarat visit: ગુજરાત વિધાનસભા મિશન 2022 માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ આજે સાંજે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. કેજરીવાલ આજથી ત્રણ દિવસ ગુજરાતમાં રોકાશે જ્યાં આજે તેઓ રાત્રિ રોકાણ અમદાવાદમાં જ કરશે. આ દરમિયાન તેઓ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.
કેજરીવાલના બે દિવસના કાર્યક્રમઃ
આવતીકાલે અરવિંદ કેજરીવાલ સવારે અમદાવાદ ખાતે ઓટો ડ્રાઈવર્સ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ રિક્ષા ચાલકો સાથે સંવાદ કરશે. બપોરે અમદાવાદ ખાતે ટ્રેડર્સ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાર બાદ સાંજે અમદાવાદ ખાતે એડવોકેટ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે.
અરવિંદ કેજરીવાલ તેમના પ્રવાસના અંતિમ દિવસે 13 સપ્ટેમ્બરે બપોરે અમદાવાદ ખાતે એક ગેરંટીની જાહેરાત કરશે. ત્યાર બાદ સાંજે કેજરીવાલ સફાઈ કર્મચારીઓ સાથે ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બાદ 13મીએ સાંજે દિલ્હી જવા રવાના થશે.
આવતીકાલે અમદાવાદ ખાતે દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી અને 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ કરશે! pic.twitter.com/fdvEck5pLZ
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) September 11, 2022
દિલ્હીઃ કેજરીવાલ સરકારે કરેલી બસ ખરીદી મામલે LGએ CBI તપાસની આપી મંજૂરી
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાના મુખ્ય સચિવ નરેશ કુમાર મારફતે દિલ્હી પરિવહન નિગમની 1,000 લો-ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદ CBIને મોકલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સત્તાવાર નિવેદન અનુસાર, એલજી સચિવાલય કાર્યાલયને આ મામલે ફરિયાદ મળી હતી. આ અગાઉ પણ દિલ્હી સરકાર અને એલજી સામસામે આવી ચૂક્યા છે. વીકે સક્સેનાએ પહેલા તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સિંગાપોરની મુલાકાતના પ્રસ્તાવને મંજૂર કરવાનો ઇનકાર કરી દીધો હતો અને દલીલ કરી હતી કે આ કાર્યક્રમ સીએમ લેવલનો નથી, મેયર લેબલનો છે, તેથી સીએમ સામેલ થઇ શકે નહીં.
હવે દિલ્હીની કેજરીવાલ સરકારની 1,000 લો-ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા મંજૂર કરવામાં આવી છે અને વીકે સક્સેનાએ આ ફરિયાદ CBIને મોકલી છે. હવે આ મામલે વિવાદ વધ્યો છે. દિલ્હી સરકારે લેફ્ટનન્ટ ગવર્નર પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે દિલ્હીને વધુ શિક્ષિત એલજીની જરૂર છે, હાલના એલજીને ખબર નથી કે તેઓ ક્યાં સહી કરી રહ્યા છે.