શોધખોળ કરો
Advertisement
US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવી શકે છે ગુજરાત પ્રવાસે, અમદાવાદમાં યોજાઈ શકે ‘હાઉડી ટ્રમ્પ’ કાર્યક્રમ
ટ્રમ્પ ૩ દિવસની ભારતની મુલાકાતે આવી શકે છે. જે દરમિયાન તેઓ દિલ્હી ઉપરાંત એક અન્ય શહેરની મુલાકાત પણ લેશે.
અમદાવાદઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મહિને ગુજરતની મુલાકાતે આવી શકે છે. એક અખબારી અહેવાલ પ્રમાણે જે રીતે અમેરિકાના હયુસ્ટનમાં પીએમ મોદી માટે 'હાઉડી મોદી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ તે જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ માટે આવા જ એક કાર્યક્રમની યોજના પર કામ ચાલી રહ્યુ છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં હયુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમની જેમ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની યાત્રા દરમિયાન 'હાઉડી ટ્રમ્પ' કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. આ માટે બન્ને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને એજન્ડા પર કામ ચાલી રહ્યુ છે.
આ કાર્યક્રમ અમદાવાદમાં યોજાઈ શકે છે. અમદાવાદમાં હાઉડી ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. 25 ફેબ્રુઆરીએ અમદાવાદનું મોટેરા સ્ટેડિયં ઐતિહાસિક કાર્યક્રમનું સાક્ષી બની શકે છે તેમ પણ અહેવાલમાં જણાવાયું છે. અમેરિકામાં ગુજરાતીઓની વધુ સંખ્યા હોવાથી ગુજરાતમાં આ કાર્યક્રમ યોજાય તેવી પ્રબળ શક્યતા છે. આ કાર્યક્રમનો લાભ ટ્રમ્પને ચૂંટણીમાં થઈ શકે છે.
ટ્રમ્પ ૩ દિવસની ભારતની મુલાકાતે આવી શકે છે. જે દરમિયાન તેઓ દિલ્હી ઉપરાંત એક અન્ય શહેરની મુલાકાત પણ લેશે. હાઉડી ટ્રમ્પ નામનો કાર્યક્રમ યોજવાની તૈયારી થઈ રહી છે. સૂત્રોનું માનીએ તો આ કાર્યક્રમ અમદાવાદમાં યોજાઈ શકે છે. આ કાર્યક્રમમાં મોદી પણ સામેલ થાય તેવી શકયતા છે.
INDvAUS: 4 રન બનાવતાં જ રોહિત શર્મા તેંડુલકર, ગાંગુલીને રાખી દેશે પાછળ, જાણો વિગતે
INDvAUS: રાજકોટ વન ડેમાં ઈજાગ્રસ્ત થયા હતા રોહિત શર્મા અને શિખર ધવન, ત્રીજી વન ડેમાં રમશે કે નહીં ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement