શોધખોળ કરો
Advertisement
INDvAUS: 4 રન બનાવતાં જ રોહિત શર્મા તેંડુલકર, ગાંગુલીને રાખી દેશે પાછળ, જાણો વિગતે
રોહિત શર્માએ 223 વન ડેની 216 ઈનિંગમાં 32 વખત નોટ આઉટ રહીને 8996 રન બનાવ્યા છે.
નવી દિલ્હીઃ બેંગલુરુઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે બેંગલુરુમાં ત્રીજી અને અંતિમ વન ડે રમાશે. બંને ટીમો 1-1ની બરાબરી પર છે. રાજકોટમાં રમાયેલી બીજી વન ડેમાં ભારતીય ટીમનો 36 રનથી વિજય થયો હતો. જ્યારે પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટથી હાર આપી હતી.
માઈલ સ્ટોનથી માત્ર 4 રન છે દૂર રોહિત શર્મા
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ રમાયેલી મેચમાં રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. ધવને 96 રનની અને રોહિત શર્માએ 42 રનની ઈનિંગ રમી હતી. જો બેંગ્લોર વન ડેમાં તે 4 હજાર રન બનાવી લેશે તો વન ડેમાં 9000 રન બનાવનારો ત્રીજો સૌથી ઝડપી ખેલાડી બની જશે.
ગાંગુલી, તેંડુલકરને રાખશે પાછળ
રોહિત શર્માએ 223 વન ડેની 216 ઈનિંગમાં 32 વખત નોટ આઉટ રહીને 8996 રન બનાવ્યા છે. જો રવિવારે તે ચાર રન બનાવી દેશે તો સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને બ્રાયન લારાને પાછળ રાખી દેશે. સૌરવ ગાંગુલીએ 228 ઈનિંગ્સ, સચિન તેંડુલકરે 235 ઈનિંગ્સ અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ 239 ઈનિંગ્સમાં 9000 રન વન ડે રન બનાવ્યા હતા.
આ બે બેટ્સમેનો જ છે રોહિતથી આગળ
વન ડેમાં સૌથી ઝડપી 9000 રન બનાવવાનો વિક્રમ ભારતના કેપ્ટન વિરાટ કોહલીના નામે છે. તેણે 194 ઈનિંગ્સમાં જ આ સિદ્ધી મેળવી હતી. બીજા નંબરે રહેલા સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સે 205 ઈનિંગમાં 9000 રન પૂરા કર્યા હતા.
INDvAUS: રાજકોટ વન ડેમાં ઈજાગ્રસ્ત થયા હતા રોહિત શર્મા અને શિખર ધવન, ત્રીજી વન ડેમાં રમશે કે નહીં ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion