Gandhinagar : ગુજરાત સરકાર સામે વધુ એક આંદોલનના મંડાણ, પોલીસે શું કરી કાર્યવાહી?
ગાંધીનગરમા સરકાર સામે વધુ એક આંદોલન શરૂ થયું છે. આશા વર્કર બહેનો ગાંધીનગરમા આંદોલન કરી રહી છે. આશા વર્કર બહેનો પગાર વધારાની માગ સાથે આંદોલન કરી રહી છે.
![Gandhinagar : ગુજરાત સરકાર સામે વધુ એક આંદોલનના મંડાણ, પોલીસે શું કરી કાર્યવાહી? Asha workers protest in Gandhinagar, police detain Gandhinagar : ગુજરાત સરકાર સામે વધુ એક આંદોલનના મંડાણ, પોલીસે શું કરી કાર્યવાહી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/30/b2535fa92480e3fb2fa86ec20b2b6ae3166183979446773_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગાંધીનગરમા સરકાર સામે વધુ એક આંદોલન શરૂ થયું છે. આશા વર્કર બહેનો ગાંધીનગરમા આંદોલન કરી રહી છે. આશા વર્કર બહેનો પગાર વધારાની માગ સાથે આંદોલન કરી રહી છે. આશા વર્કર બહેનો વિધાનસભા સુધી રેલી કરવાના હા. જોકે, વિરોધ કરી રહેલી તમામ આશા વર્કર બહેનોની પોલીસે અટકાયત કરી લીધી છે. હાલ રાજ્ય સરકાર આશા વર્કર બહેનોને ઉચ્ચક રકમ ચુકવે છે.
આશા વર્કરોની માંગણી છે કે, લઘુત્તમ વેતન ચુકવામાં આવે. બહેનોને વર્ગ 4ના કાયમી કર્મચારી બનાવવામાં આવે. આશા વર્કર બહેનોને 180 દિવસની મેટરનિટી લીવ આપવામાં આવે.
ગાંધીનગર: ગુજરાતમાં પોલીસ કર્મચારીઓના ભથ્થા વધારાને લઈને સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે. આજે ગુજરાત સરકારે જીઆર જાહેર કર્યો છે. સરકારે કરેલી જાહેરાત મુજબ જીઆર કરીને મહોર મારી દીધી છે. 1 ઓગસ્ટથી પગાર ભથ્થા વધારાની જોગવાઈ અમલી બનશે. રજા પગાર લઇને પણ ગૃહ વિભાગે ઠરાવ કર્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા ગ્રેડ પે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને ગુજરાત સરકારે પગારમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે આ મામલે સરકારે જીઆર જાહેર કરીને મહોર મારી દીધી છે.
રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગ માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે રાજ્ય પોલીસને મોટી ભેટ આપી 550 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની આ જાહેરાતથી પોલીસ બેડામાં આનંદ જોવા મળ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ અંગે વિગતવાર જાહેરાત કરવામાં આવી હતી.
CM ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જાહેરાત કરી હતી
ગુજરાત સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રીના ટ્વીટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું કે, પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ સિવાય બીજા એક ટ્વીટમાં જણાવ્યું કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરું છું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)