Kutchi New Year :અષાઢી બીજ એટલે કચ્છી માંડુઓનું નૂતન વર્ષ, જાણો રસપ્રદ ઇતિહાસ અને પરંપરા
અષાઢી બીજના દિવસે રથયાત્રાની સાથે કચ્છી માંડુના નૂતનવર્ષ પણ છે. કચ્છી માંડુઓ આ દિવસથી આતુરતાથી રાહ જુઓ છે અને હર્ષભેર ન્યૂ ઇયરની ઉજવણી કરી છે

Kutchi New Year:અષાઢી બીજની જે રીતે જગન્નાથજીના ભક્તો રાહ જુઓ છે તેવી જ રીતે કચ્છી માંડુઓ પણ આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. કારણ કે આજે કચ્છી માંડુઓનો જન્મદિવસ પણ છે. દેશ વિદેશમાં વસતા અને કચ્છા રહેતા અને કચ્છીની બહાર રાજ્યના કોઇપણ જિલ્લામાં રહેતા કચ્છી માંડુઓ આ દિવસની નૂતન વર્ષ તરીકે ઉજવણી કરે છે અને એકબીજાને નવા વર્ષની સુખાકારી માટે શુભકામના પાઠવી છે. Pm મોદીએ કચ્છી માંડુને ક્ચ્છ યાત્રાની શુભ કામના પાઠવી છે.
મૂંજેં વલેં કચ્છી ભા,ભેણેંકે અષાઢી બીજ કચ્છી નયેં વરેંજે ઓચ્છવ ટાણે ધિલસેં વધાઇયું ડીયાંતો, પાંજે કચ્છજી ભોમકા અને કચ્છીએંજી સદાય ચડ઼તી થીએ, કચ્છમેં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાયમ રે અને કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે એડ઼ી કચ્છજી કુળદેવી મા આશાપુરા વટે અરધાસ કરીયાંતો.
— Narendra Modi (@narendramodi) July 7, 2024
Cm ભૂપેન્દ્ર પટેલે પણ પાઠવી નૂતન વર્ષની શુભકામના
મુખ્યમંત્રી ભૂમેન્દ્ર પટેલે પણ કચ્છી માંડુઓને ટ્વીટ કરીને નૂતન વર્ષની શુભકામના પાઠવી છે. ટ્વીટ દ્રારા નવુ વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિભર્યુ વિતે તેવી શુભકામના વ્યક્ત કરી છે.
કચ્છી માડુઓને અષાઢી બીજ – કચ્છી નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 7, 2024
નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.. આપ સૌ ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો અને સર્વાંગીણ વિકાસના પંથે અવિરત આગળ વધો તેવી મંગલકામના. pic.twitter.com/qKOhkam7ib
કચ્છ એટલે કે મરુ, મેરું અને મેરામણનો પ્રદેશ, કચ્છી નૂતન વર્ષનો ઇતિહાસ રજવાળા સમય સાથે જોડાયેલો છે. 1605માં કચ્છના પ્રથમ મહારાવે તેની સ્થાપના કરી હતી. કચ્છના રાજા જામ લાખો ફૂલાણી રાજ્યની સીમા નક્કી કરવા અને છેડો શોધવા માટે નીકળ્યા હતા, પરંતુ તેમને સફળતા મળી નહીં. એ સમયે અષાઢ મહિનો શરૂ થયો હતો અને વરસાદ પણ વધુ પડવાથી ચારેકોર હરિયાળી ફેલાયેલી હતી. જે જોઇને રાજા પ્રસન્ન થયા અને અષાઢી બીજના દિવસને કચ્છનું નવું વર્ષ તરીકે ઉજવવાનું ફરમાન કર્યું હતું. ત્યારથી કચ્છમાં આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે.





















