શોધખોળ કરો

Valsad: આસિસ્ટન્ટ બેંક મેનેજરે કરી લાખો રુપિયાની ઠગાઈ, આ રીતે પકડાઈ ચોરી 

વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઇન્ડિયન બેંકનો આસિસ્ટન્ટ મેનેજર આલોક કુમાર દ્વારા આ ફ્રોડ કરવામાં આવ્યું છે.

વાપીની એક બેન્કના આસિસ્ટન્ટ મેનેજર દ્વારા જ ફ્રોડ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.  આસિસ્ટન્ટ મેનેજર દ્વારા  ATM માંથી પૈસા ભરવાના બહાને પોતાના જ અંગત કાર્યો માટે વપરાશ કરતા હોય બેન્ક મેનેજર દ્વારા તપાસ કરતા આસિસ્ટન્ટ મેનેજરનો ભાંડો ફૂટ્યો હતો.આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા આસિસ્ટન્ટ મેનેજની ધરપકડ કરી વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી. 

વાપીમાં આવેલ એક જાણીતી બેન્કના મેનેજર દ્વારા બેંકનું લાખો રૂપિયાનું કરી નાખવામાં આવ્યું છે.  વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઇન્ડિયન બેંકનો આસિસ્ટન્ટ મેનેજર આલોક કુમાર દ્વારા આ ફ્રોડ કરવામાં આવ્યું છે.  આસિસ્ટન્ટ મેનેજર આલોક કુમારને બેંક મોટો પગાર આપતી અને સમાજમાં તેની ઈજ્જત પણ ખૂબ હતી. પણ તાત્કાલિક અમીર થવા માટે બેન્ક મેનેજર આલોક કુમારે ગુનાનો રસ્તો  અપનાવ્યો હતો. જેના કારણે આજે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. તેની કરતૂતની વાત કરીએ તો વાપીના ઇન્ડિયન બેંકના મેનેજર આલોકકુમારની જવાબદારી  ATMમાંથી રૂપિયા જમા કરવાની  હતી. ગ્રાહકોને સરળતાથી એટીએમમાંથી પૈસા મળી રહે તે માટે ઇન્ડિયન બેંકના પરિસરમાં જ એક એટીએમ મશીન રાખવામાં આવ્યું છે. આ એટીએમ મશીનમાં સમયસર પૈસા જમા કરાવવાની જવાબદારી આલોક કુમારની હતી. 

Valsad: આસિસ્ટન્ટ બેંક મેનેજરે કરી લાખો રુપિયાની ઠગાઈ, આ રીતે પકડાઈ ચોરી 

આ એટીએમનો પાસવર્ડ પણ માત્ર આલોકકુમાર પાસે હતો. તેમ છતાં આલોકકુમાર કટકે કટકે રૂપિયા ૧૫ લાખથી વધુની રકમનુ ફ્રોડ કર્યું છે. વાપીની આ ઇન્ડિયન બેંકના આસિસ્ટન્ટ મેનેજર આલોક કુમારની  જવાબદારી હતી કે એટીએમમાં સમયસર રૂપિયા જમા કરાવે અને તેનો હિસાબ બેંકને દરરોજ આપે. શરૂઆતના સમયમાં બેંક મેનેજરે ઈમાનદારીથી રૂપિયા એટીએમમાં જમા કરાવ્યા હતા પરંતુ સમય જતા લાલચ આવતા આ આસિસ્ટન્ટ બેંક મેનેજર આલોક કુમારે નાની નાની રકમ એટીએમ ના પાસવર્ડ વડે પોતે જ ઉપાડવાનું શરૂ કર્યું હતું. બેંકમાં જ્યારે હિસાબમાં ગરબડ ચાલુ થઈ ત્યારે બેંકના સત્તાઘીશોને   શંકા ગઈ હતી. બાદમાં એટીએમમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવતા  બેંકના આસિસ્ટન્ટ મેનેજર આલોકકુમારની ચોરી ઝડપાઈ ગઈ હતી. જેને લઈને બેંક દ્વારા વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વાપી જીઆઇડીસી પોલીસે ઇન્ડિયન બેંકના મેનેજર આસિસ્ટન્ટ મેનેજર આલોક કુમારની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીએ તમામ 15 લાખથી વધારે રૂપિયા ક્યાં વાપર્યા છે.  તે મામલે પણ તપાસ હાથ ધરી છે. તો તેના આ કૌભાંડમાં બેંકના કોઈ અન્ય કર્મચારીઓ સામેલ છે કે નહીં તે અંગે પણ વાપી જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. સૌથી અગત્યની વાત એ છે કે આસિસ્ટન્ટ મેનેજર આલોકકુમારનો પગાર ખૂબ સારો હતો. તેમ છતાં પણ જે બેંકે તેને ઈજ્જતની સાથે સારો પગાર આપ્યો તે બેંકમાં જ આલોક કુમારે ગદ્દારી કરી અને બેંકને લાખો રૂપિયાનો ચૂનો ચોપડવાનો પ્રયાસ કર્યો છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
Embed widget