શોધખોળ કરો
વલસાડ: કચ્છ એક્સપ્રેસમાં આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી ચલાવાઈ લૂંટ, જાણો વિગત
હુમલામાં કર્મચારીના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તમંચા જેવા હથિયારથી લૂંટ કરવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે.

વલસાડઃ ટ્રેનમાં મુસાફરી પણ સલામત રહી નથી. રાતે ટ્રેનના રિઝર્વ કોચમાં કેટલીક ટોળકી ઘૂસીને ચોરી કરતી હોવાની ઘટનાઓ ઘણી વખત બની છે. પરંતુ આજે રાતે વલસાડના ડુંગરી પાસે મુંબઈથી કચ્છ તરફ જતી કચ્છ એક્સપ્રેસમાં લૂંટની ઘટના બની હતી. ટ્રેનમાં મુસાફરી કરતાં આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી લૂંટ ચલાવવામા આવી હતી. હુમલામાં કર્મચારીના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તમંચા જેવા હથિયારથી લૂંટ કરવામાં આવી હોવાની ચર્ચા થઈ છે. ઘટના બાદ લૂંટારુઓ ચેન પુલિંગ કરીને ભાગી છૂટ્યા હતા. ટ્રેનને નવસારી તરફ રવાના કરીને ત્યાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
વધુ વાંચો





















