Banaskantha: પેપર મિલના કૂવામાં ગૂંગળામણથી 3 શ્રમિકના મોત, 2 મજૂરની હાલત ગંભીર
પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલના કૂવામાં કામ કરી રહેલા 5 શ્રમિકો ને ગૂંગળામણની અસર થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Banaskantha News: બનાસકાંઠામાં પાલનપુર ડીસા હાઈવે પર મોટી દુર્ઘટના બની છે. પેપર મિલના કૂવામાં ગૂંગળામણથી 3 શ્રમિકના મોત થયા છે જ્યારે અન્ય 2 મજૂરો પાલનપુર સિવિલમા સારવાર માટે ખસેડાયા છે. કૂવામાં કામ કરી રહેલા એક શ્રમિકને ગુંગળામણ થતા અન્ય ચાર શ્રમિકો તેને બચાવવા માટે કુવામાં ઉતાર્યા હતા. જેના કારણે તેમને પણ ગુંગળામણની અસર થઈ હતી. જેથી સ્થળ પરના લોકોએ પાંચ શ્રમિકોને બહાર કાઢી તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જો કે સારવાર દરમિયાન ત્રણ જેટલા શ્રમિકોના મોત થયા જ્યારે બે શ્રમિકો ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. ઘટનાને લઈને ગઢ પોલીસ સ્થળ ઉપર પહોંચીને સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી છે.
પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલના કૂવામાં કામ કરી રહેલા 5 શ્રમિકો ને ગૂંગળામણની અસર થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણ શ્રમિકના મોત થયા છે જ્યારે બે શ્રમિકોને સારવાર ચાલી રહી છે.
પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલી પેપર મીલમાં કૂવામાં કામ કરી રહેલા એક શ્રમિક ને ગુંગળામણ થતા અન્ય ચાર શ્રમિકો તેને બચાવવા માટે કુવામાં ઉતાર્યા હતા ત્યારે પાંચ શ્રમિકોને પણ ગુંગળામણ થવા લાગી હતી. ત્યારે સ્થળ પરના લોકોએ પાંચ શ્રમિકોને બહાર કાઢી તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ત્રણ જેટલા શ્રમિકોના મોત થયા છે જ્યારે બે શ્રમિકો ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે.
ઘટનાને લઈને ગઢ પોલીસ સ્થળ ઉપર પહોંચીને સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી હતી. ત્યારે આ અંગે મૃતક શ્રમિકના મામાએ કહ્યું હતું કે પેપરમીલમાં કેટલાય સમયથી શ્રમિકો કામ કરતા હતા અને આ ઘટના બની છે જેમાં તેમનું મોત થયું છે. ત્યારે પ્રશાસન તંત્ર અને સરકાર પાસે પરિવારને સહાય મળે તે માટેની માંગ પણ કરી રહ્યા છે.





















