બનાસકાંઠાના દાંતામાં અકસ્માતમાં વિદ્યાર્થિનીનું મોત, ટક્કર મારી બાઈક ચાલક થયો ફરાર
પાલનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત. પરિવારના લોકો શાળાના શિક્ષકો પર લગાવ્યા આરોપ.
Banaskantha News: બનાસકાંઠામાં અકસ્માતની ઘટનામાં એક વિદ્યાર્થિનીનું મોત થયું છે. દાંતા તાલુકાની બારવાસ ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનું બાઇકની ટક્કરે મોત નીપજ્યું છે. શાળાની બેદરકારીને કારણે વિદ્યાર્થીનીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. મહત્વની બાબત એ છે કે અકસ્માતમાં મોત છતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.
વિદ્યાર્થીની શુક્રવારે રિષેશ સમય દરમિયાન શાળામાંથી બહાર નીકળી અને રસ્તો ક્રોસ કરવા જતી હતી ત્યારે એક અજાણ્યા બાઈક ચાલકે આ વિદ્યાર્થીને ટક્કર મારી હતી. બાદમાં તેને શાળાના શિક્ષકો દ્વારા સારવાર અર્થે દાતા ખસેડાઈ હતી. પરંતુ ગંભીર હાલત જોતા તેને પાલનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રખાઈ. જ્યાં વિદ્યાર્થિનીનું ગઈકાલે મોત થયું હતું.
જો કે આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનો શાળાના શિક્ષકો પર આરોપ લગાવી રહ્યા છે. શાળાના આચાર્ય કબૂલી રહ્યા છે કે અમે અમારા કામમાં હતા અને વિદ્યાર્થીની શાળામાંથી બહાર નીકળી ગઈ જેમાં બેદરકારી એ છે કે શાળાના ઓરડાનું કામ થતું હતું અને તેના ગેટને તોડી પડાયો હતો અને જે કોટ હતો તેને પણ તોડી પડાયો હતો. ત્યારે શાળામાં વિદ્યાર્થીઓની દેખરેખ રાખવાને બદલે જે પ્રકારે ગંભીર બેદરકારી શાળાના સ્ટાફ દ્વારા દાખવાઈ છે અને જેમાં વિદ્યાર્થીની નું મોત થયું છે. જોકે શાળાના શિક્ષકો વિદ્યાર્થીનીને સારવાર માટે તો લઈ ગયા પરંતુ પરિવારને પણ જાણ કરી નથી અને ફરજ પ્રમાણે તેમને પોલીસ ફરિયાદ પણ નથી નોંધાવી.
સુરતમાં અકસ્માત
સુરતમાં મનપા સંચાલિતત બસે કાળો કેર વર્તાવ્યો છે, હાલમાં જ સામે આવેલા આંકડા પ્રમાણે, સુરતમાં મહાનગર પાલિકા સંચાલિત બસોએ અકસ્માતોની વણઝાર ઉભી કરી દીધી છે. છેલ્લા ચાર વર્ષમાં બસોએ 54 અકસ્માત સર્જ્યા છે, જેમાં 18 નિર્દોષ લોકોનો જીવ લેવાયો હોવાનું પણ સામે આવ્યુ છે. સતત વધી રહેલા બસ અકસ્માતોથી શહેરીજનો પણ ચિંતિત છે. તાજેતરમાં જ જાહેર પરિવહન સમિતિના ચેરમેને આ અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
સુરત મનપા સંચાલિત બસોએ શહેરના રસ્તાઓ પર કાળો કેર વર્તાવ્યો છે. એક પછી એક અકસ્માતોની લાઇન કરી દીધી છે, તાજા આંકડા પ્રમાણે, મનપા સંચાલિત બસોએ સુરતમાં છેલ્લા ચાર વર્ષમાં 54 અકસ્માતો સર્જ્યા છે. આ 54 અકસ્માતમાં 18 નિર્દોષોના જીવ મનપા સંચાલિત બસે લીધા છે.