શોધખોળ કરો

Banaskantha: ડાક કર્મીઓ હડતાળ પર ઉતર્યા, પાલનપુરમાં રેલી યોજી સરકાર સામે મુકી પોતાની માંગો, જાણો

ગુજરાતમાં ફરી એકવાર સરકારી કર્મચારીઓની હડતાળનો સિલસિલો શરૂ થયો છે

Banaskantha News: ગુજરાતમાં ફરી એકવાર સરકારી કર્મચારીઓની હડતાળનો સિલસિલો શરૂ થયો છે, હાલમાં જ માહિતી મળી છે કે, ઉત્તર ગુજરાતમાં કેન્દ્રીય ડાક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ડાક કર્મચારીઓની માંગણી છે કે, પગાર, રજાઓ સહિતના અન્ય લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે. ડાક કર્મચારીઓએ આજે પાલનપુરમાં વિરોધ સાથે રેલી યોજીને હડતાળ કરી હતી, આ સાથે તેમને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પણ આપ્યુ હતુ. 

Banaskantha: ડાક કર્મીઓ હડતાળ પર ઉતર્યા, પાલનપુરમાં રેલી યોજી સરકાર સામે મુકી પોતાની માંગો, જાણો

મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા ડાક કર્મચારીઓએ ફરી એકવાર સરકાર સામે બંયો ચઢાવી છે. આજે પાલનપુરમાં ડાક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ઓલ ઈન્ડિયા નેશનલ જી ડી એસ યૂનિયનના કર્મીઓએ પોતાની માંગોને લઈ આજે પાલનપુરમાં એક મોટી રેલી યોજી હતી. આજે નીકળેલી રેલી પાલનપુરના જિલ્લા ડાક ઘર આગળથી ગુરુનાનક ચોક કીર્તિસ્થંભ સહીત વિવિધ વિસ્તારોમાં ફરી અને બાદમાં કલેક્ટર કચેરી પહોંચી હતી. આ રેલીમાં ડાક કર્મચારીઓએ 'અમારી માંગો પૂરી કરો' 'કર્મચારીનું શોષણ બંધ કરો' સહિતના નારા લગાવ્યા હતા. ગામડાની પૉસ્ટ ઓફિસોમાં ટપાલ વિતરણ તેમજ બચત ખાતા ખોલાવવાની ઉપરાંત પૉસ્ટ ઓફિસને લગતા તમામ કાર્યોની ફરજ બજાવતા હોવા છતાં, ડાક કર્મીઓને અચૂક રકમ 3 અથવા 5 કલાકનો પગાર અપાઈ રહ્યો હોવાની રજૂઆત કરી હતી. ડાક કર્મીઓએ પેન્શન વીમા કે અન્ય રજાઓના લાભ મળતા ના વાત કહીને આ આવેદનપત્ર આપ્યુ હતું. આજે પાલનપુરમાં ડાક કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઇને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી. 

Banaskantha: ડાક કર્મીઓ હડતાળ પર ઉતર્યા, પાલનપુરમાં રેલી યોજી સરકાર સામે મુકી પોતાની માંગો, જાણો

ડીસામાં માતાએ છ મહિના સુધી પુત્રને સાંકળથી બાંધી બંધક બનાવ્યો, કારણ જાણીને ચોંકી જશો

ડીસા શહેરના હીરા બજાર વિસ્તારમાં માતાએ છ મહિના સુધી પોતાના પુત્રને સાંકળથી બાંધી ઘરમાં જ રાખ્યો હતો. પતિ ઘર છોડીને ચાલ્યા ગયા બાદ પુત્ર ઘર છોડીને ન જાય તે માટે માતાએ પુત્રને છ માસ સુધી બંધક બનાવ્યો હતો. સામાજિક સંસ્થાને જાણ થતા પુત્રને છોડાવી ડીસાના શેલટર હોમમાં રખાયો છે. શેલટર હોમમાંથી વધુ સારવાર અને દેખરેખ માટે પાલનપુર ખસેડાયો છે.  ડીસામાં એક માતાએ પોતાનો વહાલો દીકરો પોતાનાથી દૂર ન થઈ જાય તેવી દહેશતથી તેને ઘરમાં જ પૂરીને સાંકળથી બાંધી બંધક બનાવી આંધળું વાત્સલ્ય દર્શાવ્યું હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. માનસિક અસ્વસ્થ માતાએ છ મહિનાથી મંથન નામના દીકરાને સાંકળથી બાંધી દીધો હતો અને બારીમાંથી જમવાનું આપવામાં આવતું. ઉપરાંત શૌચ ક્રિયા પણ રૂમમાં જ કરતો હતો.

ડીસા શહેરના હીરા બજાર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ટાટરીયા (ખત્રી) કોઈ કારણસર તેમની પત્ની અને 13 વર્ષના પુત્ર મંથનને છોડીને ઘરેથી જતા રહ્યા હતા ત્યારબાદ આજ દિન સુધી પરત આવ્યા નથી. જેના કારણે તેમની પત્નીને પુત્ર મંથન પણ ઘરેથી નાસી જશે તેવી દહેશતના કારણે તેમની માનસિક સ્થિતિ બગડવા લાગી હતી.જેથી મંથનને તેની માતાએ ઘરમાં જ રૂમમાં પૂરી દઈ સાંકળ થી બાંધી દીધો હતો અને તેને બારીમાંથી જમવાનું આપતી હતી જ્યારે રૂમને અને ઘરના મુખ્ય દરવાજાને તાળું મારી દીધું હતું. મંથનને મળમૂત્ર ત્યાગ કરવા પણ બહાર ન જવા દેતા તે રૂમમાં જ મળમૂત્ર ત્યાગ કરતો હતો.આમ છ માસથી માતાએ પુત્રને બંધક બનાવતા તેની માનસિક હાલત પણ ખરાબ થઈ ગઈ હતી.

આ બાબતની જાણ પાડોશીઓને થતા તેઓએ ડીસાના સેવાભાવી યુવકોનું ગ્રુપ સેવન સ્ટાર ફાઉન્ડેશન ગ્રુપને કરતા યુવકોએ મંથન ને ઘરમાંથી બહાર કાઢી મંથનને નવડાવી ધોવડાવી ફ્રેશ કરી તેની માતાને સમજાવી હતી. જોકે તેની માતાએ ફરીથી તેને બંધક બનાવી દેતા સેવન સ્ટાર ગ્રુપના સભ્યોએ આ બાબતે પોલીસ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમને જાણ કરતા અધિકારીઓએ આવી મંથનને ફરીથી મુક્ત કરાવી પાલનપુર લઈ ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
નવા વર્ષ પર ધમાકો! મફતમાં એકસ્ટ્રા ડેટા આપી રહી છે આ કંપની, લિમિટેડ ઓફરનો લાભ ઉઠાવો 
નવા વર્ષ પર ધમાકો! મફતમાં એકસ્ટ્રા ડેટા આપી રહી છે આ કંપની, લિમિટેડ ઓફરનો લાભ ઉઠાવો 
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Embed widget