(Source: ECI/ABP News/ABP Majha)
Bhavnagar : પોલીસની ઓળખ આપીને યુવક યુવતીને ઉઠાવી ગયો, કરાવ્યુ એવું ગંદુ કામ કે વાંચીને ચોંકી જશો
યુવતીને બળજબરીપૂર્વક ઉઠાવી ગયો હતો અને યુવતી સાથે અશ્લીલ હરકતો કરી તેને છોડી મૂકવામાં આવી હતી. પોલીસ તરીકેની ઓળખ આપનાર અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
ભાવનગરઃ ભાવનગરની એક યુવતીનું અપહરણ કરી અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી એક શખ્સે લૂંટ ચલાવી હોવાની તેમજ યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ભાવનગર શહેરમાં રહેતી યુવતી તેના મિત્ર સાથે સિહોર ગૌતમેશ્વર તળાવ ફરવા ગઈ હતી.
જ્યાં બંને બેઠા હતા તે સમયે એક યુવક પોલીસ તરીકેની ઓળખ આપી મિત્ર પાસેથી 2000 ની લૂંટ ચલાવી હતી. યુવતીને બળજબરીપૂર્વક ઉઠાવી ગયો હતો અને યુવતી સાથે અશ્લીલ હરકતો કરી તેને છોડી મૂકવામાં આવી હતી. પોલીસ તરીકેની ઓળખ આપનાર અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
સુરતઃ શહેરમાં રાંદેર ઊગત રોડ વિસ્તારમાં માતાએ ત્રણ વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કર્યા બાદ સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. પતિથી અલગ રહેતી મહિલાએ સુસાઈડ નોટમાં પતિના અફેર અંગે અને માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાના પિતા અરવિંદભાઈ પરમારે જણાવ્યું હતું કે મારી 31 વર્ષીય દીકરી પ્રિય વંદના ઉર્ફે પિંકી અને 3 વર્ષીય રિશુ સવારે ઊઠ્યા નહોતા, જેથી માતાને ઉઠાડવા માટે મોકલી હતી. રૂમનો દરવાજો ખોલતાં જ બંનેને મૃત જોયાં હતાં. હું બાજુમાં હતો ત્યાંથી દોડી આવ્યો હતો. ત્યાર બાદ 108ને જાણ કરી હતી. તેમણે બંનેને મૃત જાહેર કર્યા હતા.
જમાઈના શારીરિક અને માનસિક ત્રાસથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. છેલ્લાં સાડાત્રણ વર્ષથી તેઓ અલગ રહેતાં હતાં. અમારા જમાઈનું તેની ભાભી સાથે અફેર હતું. જેથી તેઓ સારી રીતે રહેતાં નહતાં. જોકે જમાઈના ફોનમાં ફોટો હતો, જે મારી દીકરીને જોવા પણ દેતા નહોતા. મારી દીકરી સાથે લગ્ન કર્યા બાદ સાતમા મહિનાથી શ્રીમંત પણ ન થવા દઈને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે, જેથી તેને સજા થવી જોઈએ.
સાડા ત્રણ વર્ષથી દીકરીએ પિયરમાં આશ્રય લીધો હતો. લગ્નના પહેલા જ મહિનેથી સાસુ અને જમાઈ પ્રેગનેન્સીને લઈ માનસિક હેરાનગતિ કરતા હતા. સીમંતના એક દિવસ પહેલા દીકરી પિયર આવી ગઈ હતી. સીમંત વગર દીકરીએ દીકરાને જન્મ આપ્યો હતો. ખૂબ જ દુઃખ સહન કરીને પણ દીકરી જમાઈને જ પ્રેમ કરતી હતી ને કહેતી હતી કે મારા દીકરાનો બાપ એક જ રહેશે.