(Source: ECI/ABP News/ABP Majha)
News: ભાદરવી અમાસે સમુદ્ર સ્નાન કરવા ગયેલા 4 લોકો કોળિયાકના દરિયામાં ડુબ્યા, જાણો વિગતે
ભાવનગર શહેરના ભરતનગર અને લીંબડીયુ વિસ્તારમાં રહેતા મિત્રો અમાસનો મેળો માણવા માટે કોળીયાક પહોંચ્યા હતા અને ન્હાવા માટે દરિયામાં પડતા છ યુવાનો પાણીમાં ગરકાવ થયા હતા
ભાવનગરઃ ભાવનગરમાં જિલ્લામાં એક મોટી દૂર્ઘટના ઘટી છે, જિલ્લામાં આવેલા કોળિયાક ગામે દરિયામાં ચાર લોકોના ડુબી જવાનથી મોત થયા છે, આમાં 2 તરુણો સામેલ હતા. અહીં કાળિયાક ગામમાં ભાદરવી અમાસ નિમિત્તે મોટો લોક મેળો ભરાય છે, અને મોટી સંખ્યામાં લોકો અહીં આ દિવસે સમુદ્ર સ્નાન કરવા આવે છે, સમુદ્ર સ્નાનુ પણ ખૂબ મહત્વ છે. આ સ્નાન કરવા માટે 6 લોકો દરિયામાં પડ્યા હતા, જેમાંથી ત્રણ મિત્રોના ડુબી જવાથી મોત થયા છે તેમજ એક અન્ય વ્યક્તિનું પણ મોત થયું હતું.
માહિતી પ્રમાણે, શહેરના જીઆઇડીસી ક્વાર્ટરમાં રહેતા મુળ ધુવારણ વચલાપરાના વતની તખુભા ભીખુભા સરવૈયા (ઉ.વ.૫૫) આજે સવારે ૧૦.૫૫ કલાકના અરસા દરમિયાન કોળીયાકના દરિયામાં ન્હાવા પડતા ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા તેઓનું મોત થયુ હતુ. જ્યારે અન્ય બનાવમાં ભાવનગર શહેરના ભરતનગર અને લીંબડીયુ વિસ્તારમાં રહેતા મિત્રો ભાદરવી અમાસનો મેળો માણવા માટે કોળીયાક પહોંચ્યા હતા અને ન્હાવા માટે દરિયામાં પડતા છ યુવાનો પાણીમાં ગરકાવ થયા હતા જે પૈકી ત્રણ યુવાનને સ્થાનિક તરવૈયાઓ અને પોલીસે બહાર કાઢી લેતા તેઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જ્યારે અન્ય ધુ્રવરાજસિંહ બલરાજસિંહ જાડેજા (ઉ.વ.૧૭, રે.લીંબડીયુ, ઘોઘારોડ), હર્ષભાઇ જતીનભાઇ સીમરીયા (ઉ.વ.૧૭, રે.સિંગલીયા, ભરતનગર), હાર્દિકભાઇ મુકેશભાઇ પરમાર ત્રણેય મિત્રો પાણીના વહેણ સાથે તણાઇ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા જે પૈકી ધુ્રવરાજસિંહ અને હર્ષભાઇના મૃતદેહ દરિયામાંથી મળી આવ્યા હતાં. જ્યારે અન્ય હાર્દિકભાઇ પરમારનો હજુ અતોપતો ન લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ઉક્ત કરૂણાંતિકાને લઇ ભારે અરેરાટી સાથે આઘાતની લાગણી છવાઇ જવા પામી હતી. જ્યારે બંદોબસ્તમાં રહેલ મરીન પોલીસે બે તરૂણ અને આધેડનો મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. અર્થે અત્રેની સર ટી. હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો...........
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
BHAVNAGAR : ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત ‘વીરાંજલિ’ કાર્યક્રમ
Asia Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, લાગી ચુ્ક્યો છે કરોડો રૂપિયાનો સટ્ટો
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો હાલ કેટલા છે એક્ટિવ કેસ
Appleનું આ ધાંસૂ ફિચર આઇફોન વાપરનારાઓની પ્રાઇવસી માટે બનશે ખતરો ? જાણો કેમ