Appleનું આ ધાંસૂ ફિચર આઇફોન વાપરનારાઓની પ્રાઇવસી માટે બનશે ખતરો ? જાણો કેમ
Lockdown Mode (લૉકડાઉન મૉડ) એક એક્સ્ટ્રીમ સિક્યૂરિટી સેટિંગ છે, જેને હાઇ રિસ્ક વાળા લોકો જેવા કે પત્રકારો, રાજનેતા, સેલિબ્રિટીઓ વગેરે માટે તૈયાર કરવામાં આવ્યુ છે,
Apple Lockdown Mode: એપલ પોતાની નવી ઓએસ iOS 16 માં એક નવુ લૉકડાઉન મૉડ ફિચર આપવા જઇ રહી છે. એપલનુ લૉકડાઉન મૉડ Cupertino-Based ટેકનિકલનો ભાગ છે, આ ફિચરથી આઇફોનની સિક્યૂરિટી વધી જાય છે. જોકે, તાજેતરમાં જ આવેલા એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, એપલના નવા લૉકડાઉન મૉડમાં ઓનલાઇન બ્રાઉઝિંગના સમયે આઇફોન ડિવાઇસની પ્રાઇવસી ઓછી થઇ જશે. હવે આમાં કેટલી સત્યતા છે એ જાણવા અમે તમને આના વિશે વિસ્તારથી બતાવીએ છીએ.
લૉકડાઉન મૉડ શું હોય છે ?
Lockdown Mode (લૉકડાઉન મૉડ) એક એક્સ્ટ્રીમ સિક્યૂરિટી સેટિંગ છે, જેને હાઇ રિસ્ક વાળા લોકો જેવા કે પત્રકારો, રાજનેતા, સેલિબ્રિટીઓ વગેરે માટે તૈયાર કરવામાં આવ્યુ છે, આ એ લોકો છે જેના પર સાયબર એટેકર્સનો ખતરો વધુ હોય છે. આ ફિચર બ્લૉકિંગ મેસેજ એટેચમેન્ટસ અને વેબ ટેક્નોલૉજીસ જેવા કેટલાય ફન્કશનને નિષ્ક્રિય (Disable) કરવામાં સક્ષમ છે.
Lockdown Mode માં કમી -
Motherboardના એક રિપોર્ટ અનુસાર, લૉકડાઉન મૉડ ફિચરની રિસ્ટ્રિક્શન મેથડ વેબસાઇટને એ શોધવામાં મદદ કરે છે કે કોણ આ હાઇ સિક્યૂરિટી સેટિંગનો ઉપયોગ કરી રહ્યું છે. AppleInsider ની એક અન્ય રિપોર્ટ અનુસાર પણ એપલ ડિવાઇસમાં અવેલેબલ લૉકડાઉન મૉડ યૂઝર્સને સેફ તો કરશે, પરંતુ પછી ભીડમાં તેમને શોધવા પણ આસાન બની દેશે.
યૂઝર્સની પ્રાઇવસીને કેવી રીતે થશે ખતરો ?
રિપોર્ટ અનુસાર, જો ફોનમાં કસ્ટમ ફૉન્ટ્સ ટાઇપનુ કોઇ રેગ્યૂલર ફિચર્સ મિસ હશે તો વેબસાઇટને તેની જાણ થઇ જશે. આ પ્રૉસેસને ફિંગરપ્રિન્ટિંગ નામ આપવામાં આવ્યુ છે, પરંતુ કંપની અનુસાર કસ્ટમ ફૉન્ટ્સના કારણે લૉકડાઉન મૉડની જાણકારી મેળવવી કોઇ તુક નથી બનતુ. આવામાં વેબસાઇટ આઇફોનના લૉકડાઉન સ્ટેટસને ખુદથી કનેક્ટ કરીને યૂઝર્સના આઇપી એડ્રેસની જાણ મેળવી શકે છે. આ રિપોર્ટમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સમસ્યા એપલ ડિવાઇસની હાઇ રિસ્ક સિક્યૂરિટી મૉડને એક પ્રાઇવસી રિસ્કમાં બદલી શકે છે.
આ પણ વાંચો...........
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
BHAVNAGAR : ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત ‘વીરાંજલિ’ કાર્યક્રમ
Asia Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, લાગી ચુ્ક્યો છે કરોડો રૂપિયાનો સટ્ટો
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો હાલ કેટલા છે એક્ટિવ કેસ
Appleનું આ ધાંસૂ ફિચર આઇફોન વાપરનારાઓની પ્રાઇવસી માટે બનશે ખતરો ? જાણો કેમ