Asia Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, લાગી ચુક્યો છે કરોડો રૂપિયાનો સટ્ટો
India vs Pakistan, Asia Cup 2022: આ મેચથી બંને ટીમ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.
IND vs PAK, Aisa Cup 2022: 2022 એશિયા કપ શરૂ થઇ ચૂક્યો છે ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. આ મેચથી બંને ટીમ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.
ભારતનો કેટલો છે ભાવ
પાકિસ્તાન દ્વારા ભલે સારૂ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોય, પરંતુ સટ્ટા બજારની નજરે તો પાકિસ્તાને નબળુ માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે, કે મેચ શરૂ થતાની સાથે જ ભાવમાં વધ-ઘટ જોવા મળશે. અત્યારે સટ્ટા બજારમાં ભારત પર 47 પૈસાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાન પર 2 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. સટ્ટા બજારમાં જે ટીમની જીતવાની શક્યતા વધારે હોય તેનો ભાવ ઓછો હોય છે. સામાન્ય રીતે પહેલા મોબાઇલ પર સટ્ટો બુક થતો હતો. જેમાં પોલીસ ટેકનીકલ સર્વેલન્સની મદદથી લોકેશન ટ્રેક કરતા હોવાને કારણે હવે મોબાઇલ એપ્લીકેશન સૌથી સલામત રસ્તો બન્યો છે.
કેટલા કરોડનો લાગી ચુક્યો છે સટ્ટો
દેશ-વિદેશના અનેક બુકીઓ દુબઈ પહોંચી ગયા છે અને ત્યાંથી સટ્ટા કારોબાર ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 1000 કરોડનો સટ્ટો લાગી ચુક્યો છે. જ્યારે આ આંકડો આંતરરાષ્ટ્રીય બજાર કેટલોય વધારે હોઇ શકે છે. હાર-જીત ઉપરાંત બેટ્સમેન, બોલિંગ, સદી, અડધી સદી, ટીમના સ્કોર અને ટોસ પર પણ સટ્ટો લાગી રહ્યો છે.
પોલીસથી બચવા બુકીઓએ અજમાવી નવી ટ્રીક
ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને આવે છે. ત્યારે સટ્ટા માર્કેટમાં પુરની સ્થિતિ સર્જાય છે. રમતના જુદા જુદા હિસ્સા ઉપર પણ સટ્ટો લાગે છે. જેમ કે શરૂઆતમાં 10 ઓવરમાં બંને ટીમો કેટલા રન બનાવશે. કેટલા ઓવરમાં કેટલા સ્કોરે કેટલી વિકેટ પડશે તેના ઉપર પણ સટ્ટો હોય છે. કયા બેટ્સમેન ક્યા સુધી 50 અથવા સદી કરી લેશે. કયો બોલર સૌથી વધારે વિકેટ લેશે તેના ઉપર સટ્ટો લગાવવામાં આવે છે. ભારતમાં સટ્ટો ગેરકાયદે છે. પરંતુ ભારતીય લોકો વિદેશની વેબસાઇટ ઉપર પોતાના ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અથવા ઇ-વોલેટ મારફતે સટ્ટો રમે છે. તો વળી નાના પાયે એપ્લિકેશન અને ઓનલાઇન મારફતે સટ્ટો રમતો હોય છે . પોલીસ દ્વારા સટ્ટા બજાર પર હાલમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ