નોકરિયાત દંપતિને લઈ રાજ્ય સરકારે શું લીધો મોટો નિર્ણય, જાણો વિગતો
રાજ્ય સરકાર દ્વારા નોકરી કરતા દંપતિઓને લઈને ખૂબ જ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ શક્ય હોય ત્યાં સુધી એક જ સ્થળ નિયુક્ત કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા નોકરી કરતા દંપતિઓને લઈને ખૂબ જ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ શક્ય હોય ત્યાં સુધી એક જ સ્થળ નિયુક્ત કરવામાં આવશે. પતિ-પત્નિ સરકારી કર્મચારી હોય અને અલગ અલગ જિલ્લામાં કામ કરતા હોય તો તેઓ એક સાથે રહી સાથે તે માટે આવકાર દાયક નિર્ણય કરવામાં આવ્યો છે.
પૂરુષ કર્મચારીએ 2 વર્ષ અને મહિલા કર્મચારીએ 1 વર્ષ ફરજ બજાવી હશે તો આ નિયમ લાગુ પડશે. સરાકીર વિભાગમાં ફરજ બજાવતા પતિ-પત્નીને એક જ સ્થળે રાખવા સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.
ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મોટી અને અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલની સરકારે સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ કરતા પણ વધારે મહત્વપૂર્ણ ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા આજે પરિપત્ર બહાર પાડી જાહેરાત કરવામાં આવી કે હવે પતિ-પત્ની બંને સરકારી નોકરી કરતા હોય તો બંને એક સ્થળ કે જિલ્લામાં નોકરી કરી શકે છે. પહેલા એ સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળતી કે પતિ પત્ની બંને સરકારી નોકરી કરતા હોય પરંતુ બંનેનું કામ કરવાનું સ્થળ અલગ-અલગ જિલ્લામાં હોય અથવા ખુબ ડ દૂર હોય. આ કારણથી બંને પતિ પત્નીએ અલગ રહેવું પડતું અથવા ગમે એ એક ને નોકરી મુકવી પડે છે. બદલી માટે અરજી કરે તો પણ તેમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો.
ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી દંપતીને મોટી રાહત મળશે. બંને અલગ જિલ્લામાં નોકરી કરતા હોય તો બદલી માટે પત્નીની નોકરીને ઓછામાં ઓછા એક વર્ષ અને પતિની નોકરીને બે વર્ષનો સમયગાળો થઈ ગયો હોય તો ટૂંકા સમયમાં અને સરળતાથી બદલી મળી શકે. પતિ પત્ની બંને થોડા દૂર સ્થળ પર નોકરી કરતા હોય તો પતિની નોકરીને એક વર્ષ થઈ ગયું હોયને તે બદલી માટે અરજી કરે તો તેને મંજૂરી મળી શકે છે.
રાજ્ય સરકાર દ્વારા નોકરી કરતા દંપતિઓને લઈને ખૂબ જ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ શક્ય હોય ત્યાં સુધી એક જ સ્થળ નિયુક્ત કરવામાં આવશે. પૂરુષ કર્મચારીએ 2 વર્ષ અને મહિલા કર્મચારીએ 1 વર્ષ ફરજ બજાવી હશે તો આ નિયમ લાગુ પડશે. સરાકીર વિભાગમાં ફરજ બજાવતા પતિ-પત્નીને એક જ સ્થળે રાખવા સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.