Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
Cold Wave: આજે અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે, અને રવિવારથી લઘુતમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે
Cold Wave: ગુજરાતમાં શિયાળાની સવાર બરાબર જામી છે, માવઠાની આગાહી વચ્ચે હવે મોટા સમાચાર ઠંડીને લઇને સામે આવ્યા છે. આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી સાથે હવે ઠંડીની પણ જોરદાર રીતે શરૂઆત થઇ જશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધશે. આવતીકાલથી રવિવારથી તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી નીચે રહેવાનુ અનુમાન સેવાઇ રહ્યું છે.
તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી જામશે, રવિવારથી ફરી એકવાર ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે, આજે અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે, અને રવિવારથી લઘુતમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે, જેના કારણે સમગ્ર ગુજરાત ઠૂંઠવાઇ જશે. છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડીનુ સામ્રાજય છવાયુ છે. લઘુતમ તાપમાન 16 ડિગ્રી જયારે મહતમ તાપમાનો પારો 23 ડિગ્રી પર રહયો હતો. બીજી બાજુ ભેજનુ પ્રમાણ વધી 72 ટકા રહયુ હતુ. જયારે પવનની ગતિ 6.5 રહી હતી.
આજે સવારે નલિયા ખાતે 9.8 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી અને ભુજમાં 10.9 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડીનો ચકારો રહેવા પામ્યો હતો. જયારે અમદાવાદમાં 18.6, અમરેલીમાં 13.6, વડોદરામાં 19, દમણમાં 16.8, ડિસામાં 15.3, દિવમાં 13.2, દ્વારકામાં 16.4, ગાંધીનગરમાં 17.6, કંડલામાં 14.8, ઓખામાં 17.6, પોરબંદરમાં 14.6, સુરતમાં 18.4 તથા વેરાવળમાં 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. જામનગરમાં વાદળછાયા વાતાવરણમાં શિયાળાની તિવ્ર ઠંડી વચ્ચે વેગીલો વાયરો ફુંકાતા વાતાવરણ ઠંડુગાર બન્યુ છે. લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી વચ્ચે શિતલહેરોના સકંજાના કારણે સવારે અને સાંજે વાતાવરણ ટાઢુબોળ રહેતા જનજીવન પ્રભાવિત થયુ હતુ. લગભગ 6.5 કિ.મિ.ની ઝડપે પવન ફુંકાતા શહેરીજનોએ તિવ્ર ઠંડી સાથે બર્ફીલા માહોલનો અહેસાસ કર્યો હતો.
શીતપ્રકોપની અસર શહેરના જુદા જુદા સતત -ધમધમતા રાજમાર્ગો પર રાત્રીના પગરવ સાથે પાંખી ચહલ પહલ જોવા મળી હતી.ખાસ કરી સાંજે શહેરમાં ગરમ પીણાનુ વેચાણ કરતા દુકાનદારોને ત્યાં ખાસ્સો તડાકો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ