શોધખોળ કરો
Advertisement
ગઢડામાં કોંગ્રેસને મોટો ફટકો, મહિલા અગ્રણ સહિતા ક્યા ટોચના બે નેતા ભાજપમાં જોડાઈ ગયા ?
ગઢા મતવિસ્તારના કોંગ્રેસના બે સિનિયર નેતાઓ ભાજપમાં જોડાઈ જતાં ભાજપની તાકાત વધી છે.
બોટાદઃ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ગઢડા બેઠક પર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગઢા મતવિસ્તારના કોંગ્રેસના બે સિનિયર નેતાઓ ભાજપમાં જોડાઈ જતાં ભાજપની તાકાત વધી છે.
આજે ધોળા ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલય પ્રસંગે ભાણજીભાઈ સોસા (બી.જે સોસા) અને મહિલા આગેવાન ભારતીબેન ભીંગરડીયા ગોરધન ઝડફિયાના હસ્તે ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા.
ભારતીબેન ભીંગરડીયા આ વિસ્તારનાં જાણીતાં મહિલા આગેવાન છે અને તેમની સાથે અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ભાણજીભાઈ સોસા (બી.જે સોસા) ગુજરાત સરકારના ભૂતપૂર્વ અધિકારી છે. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ (GAS) કેડરના અધિકારી રહી ચૂકેલા સોસા ભાવનગર જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન છે. સોસા કોંગ્રેસમાંથી ગઢડા બેઠક પર ટિકિટ માટેના પ્રથમ હરોળના દાવેદાર હતા. સોસાના જોડાવાથી કોંગ્રેસનો મોટો ફટકો પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement