(Source: ECI/ABP News/ABP Majha)
Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને લઈ સામે આવ્યા મહત્વના સમાચાર, જાણો જખૌ પોર્ટથી કેટલા કિમી દૂર
ગુજરાતના દરિયાકાંઠાની વાવાઝોડાના અંતરમાં વધારો થયો છે. જોકે બિપરજોય વાવાઝોડાનો ખતરો યથાવત છે. 15 જૂને સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ટકરાશે.
Cyclone Biparjoy: ગુજરાતના દરિયાકાંઠાની વાવાઝોડાના અંતરમાં વધારો થયો છે. જોકે બિપરજોય વાવાઝોડાનો ખતરો યથાવત છે. 15 જૂને સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ટકરાશે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું લેટેસ્ટ બુલેટિન સામે આવ્યું છે. દ્વારકા અને પોરબંદરથી વાવાઝોડાનું અંતર વધ્યું છે. દ્વારકાથી વાવાઝોડુ 300 કિમી દૂર છે. જ્યારે પોરબંદરથી વાવાઝોડુ 330 કિમી દૂર છે, જ્યારે 320 કિમી જખૌથી દૂર છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે.
Cyclone Warning for Saurashtra and Kutch Coasts: Orange Message.VSCS BIPARJOY at 1430IST of today about 300 km WSW of Devbhumi Dwarka, 330 km W of Porbandar, 320 km SW of Jakhau Port and 430 km S of Karachi .To cross near Jakhau Port (Gujarat) AROUND evening of 15th June as VSCS. pic.twitter.com/oY6pdR0lM3
— India Meteorological Department (@Indiametdept) June 13, 2023
કચ્છના જખૌ બંદર પરથી તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. જખૌમાં 522 બોટને સુરક્ષિત સ્થળે કાંઠા પર રખાઈ છે. બોટ રિપેરિંગનું કામ કરનાર 100 કારીગરોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કંડલામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં માંડવીનો દરિયો તોફાની બન્યો છે. માંડવી દરિયાકિનારે ભારે પવન ફુંકાવાનો શરૂ થયો છે. દરિયાના મોજામાં પણ ભારે કરંટ જોવા મળ્યો છે. ભારે પવનના કારણે માંડવી બંદર ઉપર આવેલ ખાણીપીણાંનાં સ્લોટોના પતરા પણ ઉડ્યો છે. આજે કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
બિપરજોય વાવાઝોડાને લઈને જખૌ બંદર પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. જખૌ બંદર પર જવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. રાઉન્ડ ધ ક્લોક બંદરના રસ્તા પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. માંડવી બંદર પર ભારે પવન ફૂંકાયો છે.
આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી
બિપરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલથી કચ્છ,દ્વારકા અને ગુરુવારે દ્વારકા સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો આગામી પાંચ દિવસ સુધી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઘણા જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.