શોધખોળ કરો

Biporjoy: વધુ બે દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો કચ્છમાં આદેશ, હવે ક્યાં સુધી બંધ રહેશે શાળા-કૉલેજો

રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાની સ્થિતિ વધુને વધુ વિકટ બની રહી છે, વાવાઝોડુ દરિયામાં રૌદ્ર રૂપ ધારણ કરી ચૂક્યુ છે, અને આજે સાંજ ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે

Biporjoy: રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાની સ્થિતિ વધુને વધુ વિકટ બની રહી છે, વાવાઝોડુ દરિયામાં રૌદ્ર રૂપ ધારણ કરી ચૂક્યુ છે, અને આજે સાંજ ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે, હવામાન વિભાગે આ પહેલા જ રાજ્યમાં તમામને ચેતવી દીધા છે કે, આ દરમિયાન કોઇએ બહાર કે અન્ય કોઇ કામ ના કરવા. હવે બિપરજૉયની સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છમાં વધુ બે દિવસ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

કચ્છમાં બિપરજૉય વાવાઝોડાની અસરને લઇને શૈક્ષણિક કાર્યને વધુ બે દિવસ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પહેલા શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, હવે તેને વધુ બે દિવસ લંબાવવામાં આવ્યો છે. હવે આગામી 17 જૂન સુધી કચ્છમાં તમામ શાળા-કૉલેજોના શૈક્ષણિક કાર્યને બંધ રાખવામાં આવશે. 

કામ વગર ઘર બહાર નીકળશો નહી, મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની લોકોને અપીલ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદાને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રનો સહયોગ કરવા અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે બિપરજોય વવઝોડાની આ સંભવિત આપદાને પહોંચી વળવા રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં જે આગોતરૂ આયોજન કર્યું છે તેની વિગતો આપી હતી. ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કરેલી અપિલમાં જણાવ્યું કે, ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત, પૂન:વ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લીધા છે.  મુખ્યમંત્રીએ નાગરિકોને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓ-નિર્દેશીકાનું પાલન કરવાની પણ અપીલ કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ખાસ કરીને ભારે વરસાદ અને તિવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં જ સલામત રહીએ અને બહાર નિકળવાનું ટાળીએ. વૃક્ષ નીચે, થાંભલાઓ પાસે કે જુના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળીએ. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહી અને વીજ થાંભલાથી દૂર રહીએ.  મુખ્યમંત્રીએ સૌને જરૂરિયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરવા અને સૂચનાઓનું પાલન કરી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સલામતી, સાવચેતી અને અગમચેતી એ જ આવી આપદાઓ સામે ટકી રહેવાનો યોગ્ય માર્ગ છે અને આવા સમયે રાજ્ય સરકાર દિવસરાત સૌની સલામતિ માટે સેવારત છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
Embed widget