શોધખોળ કરો

Biporjoy: બનાસકાંઠામાં તોફાની તારાજી, એક જ દિવસમાં 150 વૃક્ષો પડતાં વાહનવ્યવહાર ખોરવાયો, જાણો

વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં 150થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. અહેવાલ પ્રમાણે, જિલ્લાના ધાનેરામાં 40થી વધુ વૃક્ષો ભારે પવનના કારણે જમીનદોસ્ત થઇ ગયા છે,

Biporjoy: રાજ્યમાંથી બિપરજૉય વાવાઝોડું પસાર થઇ ગયુ છે, પરંતુ હજુ સુધી તેની અસર ઓછી નથી થઇ, હવામાન વિભાગ અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર, હજુ રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને ઠેક ઠેકાણે ધોધમાર વરસાદી વરસશે. ખાસ કરીને આ અસર ઉત્તર ગુજરાતમાં વધુ રહેવાની વાત કરવામાં આવી છે. ત્યારે આ બધાની વચ્ચે હવે બનાસકાંઠાથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. બનાસકાંઠામાં વાવાઝોડાના કારણે 150થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. 

વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં 150થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. અહેવાલ પ્રમાણે, જિલ્લાના ધાનેરામાં 40થી વધુ વૃક્ષો ભારે પવનના કારણે જમીનદોસ્ત થઇ ગયા છે, અને અનેક રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં અવરજવરના રસ્તાંઓ આના કારણે બંધ થયા છે. ધાનેરામાં ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો પડવાની ઘટનાથી વાહનવ્યવહાર પણ ખોરવાયો છે, વાહન ચાલકોને મુશ્કેલીઓ નડી રહી છે. 

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાંથી વાવાઝોડુ પસાર થઇ ગયુ છે અને હવે રાજસ્થાનમાં બેથી ત્રણ દિવસ સુધી આની અસર રહી શકે છે. પરંતુ ગુજરાતમાં હજુ પણ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા અંગે હવામાન વિભાગે પ્રતિક્રિયા આપી છે કે, રાત સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં બદલાશે, ડિપ્રેશન બનતા સમય લાગે તો આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.  કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.  ત્રણ કલાક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.  કાલે સવાર બાદ કચ્છને રાહત મળી શકશે.  અમદાવાદમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદી માહોલ રહેશે. 

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

  • કચ્છના અંજારમાં નવ ઈંચ વરસાદ
  • કચ્છના માંડવીમાં પોણા નવ ઈંચ વરસાદ
  • કચ્છના ભચાઉ, ભૂજમાં આઠ આઠ ઈંચ વરસાદ
  • કચ્છના મુન્દ્રામાં આઠ ઈંચ વરસાદ
  • કચ્છના રાપરમાં પોણા આઠ ઈંચ વરસાદ
  • કચ્છના નખત્રાણામાં સાત ઈંચ વરસાદ
  • જામનગર તાલુકામાં સવા છ ઈંચ વરસાદ
  • કચ્છના ગાંધીધામમાં છ ઈંચ વરસાદ
  • દ્વારકાના ખંભાળીયામાં સાડા પાંચ ઈંચ વરસાદ
  • દ્વારકા તાલુકામાં સવા ચાર ઈંચ વરસાદ
  • બનાસકાંઠાના વડગામમાં સવા ચાર ઈંચ વરસાદ
  • ધાનેરા, લોધિકા, લખપત,કાલાવડમાં ચાર ચાર ઈંચ વરસાદ
  • ચુડા, રાજકોટ, દિયોદરમાં ચાર ચાર ઈંચ વરસાદ
  • વાંકાનેર, રાધનપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ
  • જોડીયા, હારીજ, વડાલીમાં પોણા ચાર ઈંચ વરસાદ
  • ટંકારા, મોરબી, સંતરામપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ
  • ભાભર, પોશિના, વિસનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • સુઈગામ, ડીસા, ખેડબ્રહ્મામાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ
  • સમી, સતલાસણા, અબડાસા, ધ્રોલમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ
  • ચોટીલા, હળવદ, પાલનપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
  • ઈડર, માળીયા મિયાણા, પાટણમાં અઢી ઈંચ વરસાદ
  • જામકંડોરણા, અમીરગઢમાં અઢી અઢી ઈંચ વરસાદ
  • કોટડાસાંગાણી, દાંતા, મહેસાણામાં બે બે ઈંચ વરસાદ
  • લાલપુર, વઢવાણ, સિદ્ધપુરમાં બે બે ઈંચ વરસાદ
  • પડધરી, બેચરાજી, થરાદ, સરસ્વતિમાં બે બે ઈંચ વરસાદ
  • વિજાપુર, વિજયનગર, લાખણીમાં બે બે ઈંચ વરસાદ
  • ઉપલેટા, અમદાવાદ શહેર, જોટાણામાં પોણા બે ઈંચ વરસાદ
  • વાવ, લખતર, મુળીમાં પોણા બે ઈંચ વરસાદ
  • પ્રાંતિજ, થાનગઢ, ધોરાજીમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • માતર, માણસા, સાયલા, હિંમતનગરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • કાંકરેજ, કલ્યાણપુર, ગોંડલ, ધનસુરામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • ચાણસ્મા, દેત્રોજ, સંખેશ્વર, દહેગામમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • લિંબડી, કલોલ, ખેરાલુ, જેતપુર, તલોદમાં સવા સવા ઈંચ વરસાદ
  • ભેંસાણ, ધ્રાંગધ્રા, કુતિયાણામાં સવા સવા ઈંચ વરસાદ
  • મહેમદાવાદ, ખેડા, વિરમગામમાં એક એક ઈંચ વરસાદ
  • મહુધા, સાણંદ, માંડલમાં એક એક ઈંચ વરસાદ
  • વિસાવદર, મેંદરડા, ધંધુકામાં એક એક ઈંચ વરસાદ
  • કઠલાલ, દાંતિવાડા, જામજોધપુરમાં એક એક ઈંચ વરસાદ 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
Embed widget