શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Biparjoy: વાવાઝોડાથી અસરગ્રસ્તો માટે સરકારના સાયક્લૉન શેલ્ટર્સ હૉમ બન્યા આશરો, ક્યાં કેટલા શેલ્ટર્સ હૉમ્સ કરાયા હતા તૈયાર

બિપરજૉય વાવાઝોડાંને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારના આ 8 જિલ્લાઓમાં 1521 શેલ્ટર હૉમ્સ તાત્કાલિક ધોરણે ઊભાં કરવામાં આવ્યા છે,

Biparjoy Cyclone: ગુજરાતમાં બિપરજૉય વાવાઝોડાની અસર વર્તાવવાની શરૂઆત થઇ ગઇ છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં લોકોનું મોટુ સ્થળાંતર થઇ રહ્યું છે, આ સ્થળાંતરિત થયેલા અસરગ્રસ્તો માટે સરકારના સાયક્લૉન શેલ્ટર્સ હૉમ્સ આશરો બન્યા છે. ગુજરાતમાં ત્રાટકતાં વાવાઝોડા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્મિત કાયમી 76 મલ્ટિપર્પઝ સાયક્લૉન શેલ્ટર્સ (MPCS) આજે જનતા માટે બન્યા આશરો બન્યા છે. બિપરજૉય વાવાઝોડાં સામે રાજ્યભરમાં તાત્કાલિક ધોરણે 1521 શેલ્ટર હૉમ્સ ઊભા કરવામાં આવ્યા હતા. સંભવિત વાવાઝોડાંની અસર હેઠળ આવે એવા રાજ્યના 8 જિલ્લાઓમાંથી 94 હજારથી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. 8900થી વધુ બાળકો અને 1100થી વધુ સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી છે.

કુદરતી આફતો સામેની સજ્જતા અને કટિબદ્ધતામાં ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયાકિનારો હોવાના કારણે, રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં અવારનવાર વાવાઝોડાંઓની અસર રહેતી હોય છે. આવા વાવાઝોડાંઓ સામે પહોંચી વળવા અને રાજ્યની જનતાને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે દીર્ઘદ્રષ્ટિ વાપરીને દરિયાકિનારાના વિસ્તારોમાં 76 અદ્યતન સુવિધાઓ ધરાવતા મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ (MPCS) નું નિર્માણ કર્યું છે. આજે રાજ્ય જ્યારે બિપરજૉય વાવાઝોડાંની સંભવિત અસરો સામે લડવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આ શેલ્ટર્સ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.  

Biparjoy: વાવાઝોડાથી અસરગ્રસ્તો માટે સરકારના સાયક્લૉન શેલ્ટર્સ હૉમ બન્યા આશરો, ક્યાં કેટલા શેલ્ટર્સ હૉમ્સ કરાયા હતા તૈયાર

આ 76 મલ્ટિપર્પઝ સાયક્લૉન શેલ્ટર્સમાં શેલ્ટર જૂનાગઢ ખાતે 25, ગીર સોમનાથ ખાતે 29, પોરબંદરમાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, કચ્છમાં 4, અમરેલીમાં 2, જામનગરમાં 1, નવસારીમાં 1, ભરૂચમાં 5 અને અમદાવાદમાં 1 શેલ્ટરનો સમાવેશ થાય છે. 

આ ઉપરાંત, બિપરજૉય વાવાઝોડાંને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારના આ 8 જિલ્લાઓમાં 1521 શેલ્ટર હૉમ્સ તાત્કાલિક ધોરણે ઊભાં કરવામાં આવ્યા છે, જેમાં જૂનાગઢમાં 196, કચ્છમાં 173, જામનગરમાં 56, પોરબંદરમાં 140, દેવભૂમિ દ્વારકામાં 182, ગિર સોમનાથમાં 507, મોરબીમાં 31 અને રાજકોટમાં 236 શેલ્ટર હૉમ્સ ઊભા કરવામાં આવ્યા છે. મેડિકલ ટીમ દ્વારા આ શેલ્ટર હૉમ્સની નિયમિત વિઝિટ કરવામાં આવી રહી છે, અને ત્યાં સ્થળાંતરિત કરાયેલા લોકોની આ ટીમ દ્વારા યોગ્ય આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.

Biparjoy: વાવાઝોડાથી અસરગ્રસ્તો માટે સરકારના સાયક્લૉન શેલ્ટર્સ હૉમ બન્યા આશરો, ક્યાં કેટલા શેલ્ટર્સ હૉમ્સ કરાયા હતા તૈયાર
 
મુખ્યમંત્રીના નેતૃત્વમાં સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ માટે રાજ્ય સરકારે વાવાઝોડાંથી ભયગ્રસ્ત વિસ્તારોમાં વસતા લોકોના સ્થળાંતર પર ભાર મૂક્યો છે, અને 8 જિલ્લાઓમાંથી અત્યારસુધીમાં કુલ 94 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.

Biparjoy: વાવાઝોડાથી અસરગ્રસ્તો માટે સરકારના સાયક્લૉન શેલ્ટર્સ હૉમ બન્યા આશરો, ક્યાં કેટલા શેલ્ટર્સ હૉમ્સ કરાયા હતા તૈયાર

રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે એવા કચ્છમાં 46,823, જૂનાગઢમાં 4864, જામનગરમાં 9942, પોરબંદરમાં 4379, દેવભૂમિ દ્વારકામાં 10,749, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6822 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 94,427 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં 8930 બાળકો, 4697 વૃદ્ધો અને 1131 સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે. 

Biparjoy: વાવાઝોડાથી અસરગ્રસ્તો માટે સરકારના સાયક્લૉન શેલ્ટર્સ હૉમ બન્યા આશરો, ક્યાં કેટલા શેલ્ટર્સ હૉમ્સ કરાયા હતા તૈયાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....

Embed widget