શોધખોળ કરો
ગીર સોમનાથમાં કુંજનો શિકાર કરતાં બે આરોપી ઝડપાયા, કેવી રીતે ઘટના આવી સામે?
સૂત્રાપાડા રોડ પર યુવાનો અને શિકારીઓ વચ્ચે સાઇડ આપવા બાબતે માથાકૂટ થઈ હતી. દરમિયાન યુવાનોને શંકા જતાં તપાસ કરતાં બંને આરોપીઓ પાસેથી મારેલા કુંજ મળી આવ્યા હતા.

તાલાલાઃ ઉમરેઠી ગામે આવેલ હિરણ 2 ડેમ પર કુંજ પક્ષીનો શિકાર થતો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. બીજી તરફ કુંજ પક્ષીના શિકાર પછી પણ વન વિભાગ ઘોર નિંદ્રામાં હોય, ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે, સૂત્રાપાડા રોડ પર યુવાનો અને શિકારીઓ વચ્ચે સાઇડ આપવા બાબતે માથાકૂટ થઈ હતી. દરમિયાન યુવાનોને શંકા જતાં તપાસ કરતાં બંને આરોપીઓ પાસેથી મારેલા કુંજ મળી આવ્યા હતા. આમ, રોડ પર યુવાનો સાથે સાઈડ બાબતે માથાકૂટ થતા કુંજ પક્ષીનો શિકાર થતો હોવાનો પર્દાફાશ થયો હતો. ત્યારે યુવાનોએ આરોપીઓને ફોરેસ્ટ વિભાગને સોંપી દીધા હતા.
વધુ વાંચો





















