અમરેલીમાં પોલીસે ભાજપના કાર્યકરોને ઝૂડી નાખતાં બગડેલા C.R. પાટીલે શું આપી ચીમકી?
અમરેલીમાં રવિવારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના (C R Patil) આગમન પહેલાં શનિવારે મોડી રાત્રે પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. ભાજપના કાર્યકરોને પોલીસે માર માર્યાના આક્ષેપો સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતં આ મુદ્દો ઉગ્ર બન્યા હતા
અમરેલીઃ અમરેલીમાં ભાજપના કાર્યકરોને (BJP Leader) પોલીસ (Amreli Police) દ્વારા માર મારવાનો મુદ્દો ગરમ થયો છે. પોલીસે કોરોના અંગે જાગૃતિ ફેલાવવા (Corona vaccination) નિકળેલા ભાજપના કાર્યકરોને પોલીસે ફટકાર્યા હોવાના આક્ષેપ મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ બગડ્યા છે. અમરેલીની મુલાકાત દરમિયાન પાટીલે (C R Patil) કહ્યું કે, ભાજપના કાર્યકરો પર જુલમ થયો હશે તે અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કાયદો કાયદાનું કામ કરશે.
અમરેલીમાં રવિવારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના (C R Patil) આગમન પહેલાં શનિવારે મોડી રાત્રે પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. ભાજપના કાર્યકરોને પોલીસે માર માર્યાના આક્ષેપો સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતં આ મુદ્દો ઉગ્ર બન્યા હતા અને મોડી રાત્રે સરકારના મંત્રી હકુભા જાડેજા સહિત ભાજપના દિગજ્જ નેતાઓ અને કાર્યકરોએ સિવિલ હોસ્પિટલમાં ડેરો જમાવ્યો હતો.
રવિવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ (C R Patil anger) અમરેલી જીલ્લાની મુલાકાતે છે. અમરેલીના સિનિયર સીટીઝન પાર્ક ખાતે તેઓ સારહી યુથ કલબ, લાયન્સ લબ અને રોટરી પોઇન્ટ દ્વારા આયોજન કરવામાં આવેલા વેકસીનેશન કેમ્પમાં પ્રોત્સાહિત કરવા અને વેકસીન અંગે જાગૃતિ માટે હાજરી આપવાના હતા. પાટીલના આગમન પહેલા જ ભાજપના કાર્યકરો અને પોલીસ (Amreli Police) વચ્ચે બબાલ થતાં ભાજપના 2 કાર્યકરોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ભાજપના કાર્યકરનો આક્ષેપ છે કે તેઓ વેકસીનેશન કેમ્પના સેન્ટર પર બેનરો અને હોર્ડિંગ લગાવવા સહિતની તૈયારીઓ કરી રહ્યા હતા તે દરમિયાન અમરેલીના એ.એસ.પી અભય સોની દ્વારા ત્યાં બેસેલા 4 થી 5 વ્યક્તિઓને માર મારી જેલમાં પૂરી દો તેમ કહ્યુ હતું.
ભાજપના બે કાર્યકરો રાજેશ માંગરોળિયાં અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાના નજીકના માનવામાં આવતા દિવ્યેશ વેકરિયાને પણ પોલીસે માર માર્યો હોવાના આક્ષેપો સાથે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ ઘટનાની જાણ ભાજપના નેતાઓને થતા અમરેલી ભાજપના સહકારી નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયા અને પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કાર્યકર્તાઓની મુલાકાત લીધી હતી. બાદમાં ભાજપ નેતા દિલીપ સંઘણીએ અમરેલી પોલીસના ઉચ્ચ અધિકારી સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી ને કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.