શોધખોળ કરો

નીતિન પટેલ વિજય રૂપાણીને ભાજપે રાષ્ટ્રીય સ્તરે આપ્યું મહત્વ, જાણો શું કરી જાહેરાત

ભાજપની નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાંથી પણ ઘણાં વરિષ્ઠ નેતાઓનો ભાજપની રાષ્ટ્રીય કોરોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

નવી દિલ્લીઃ ભાજપની નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.  ગુજરાતમાંથી પણ ઘણાં વરિષ્ઠ નેતાઓનો પણ ભાજપની રાષ્ટ્રીય કોરોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.  જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, એસ. જયશંકર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ડો. ભારતીબેન શિયાળ, રમીલાબેન બારા, રત્નાકરનો સમાવેશ થાય છે.  આ સિવાય રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ સહિતના ઘણાં લોકોના નામ ભાજપની આ 80 સભ્યોની રાષ્ટ્રીય કારોબારીની યાદીમાં સામેલ કરાયા છે.

રાષ્ટ્રીય કાર્યસમિતિમાં 50 વિશેષ આમંત્રિત અને 179 સ્થાયી આમંત્રિત સભ્ય હશે. જેમાં મુખ્યમંત્રી, ઉપ-મુખ્યમંત્રી, જુદી-જુદી વિધાનસભા અને વિધાન પરિષદમાં વિધાયક દળના નેતા, પૂર્વ ઉપ-મુખ્યમંત્રી, રાષ્ટ્રીય પ્રવક્તા, રાષ્ટ્રીય મોર્ચા અધ્યક્ષ, પ્રદેશ પ્રભારી / સહ પ્રભારી પ્રદેશ અધ્યક્ષ પણ સામેલ થશે. કાર્યકારિણીમાં કુલ 309 સભ્યોનાં નામ જાહેર થયા છે. 

જયોતીરાદીત્ય સિંધીયાને કારોબારીમાં સમાવાયા છે. જયારે કેબીનેટમાંથી પડતા મુકાયેલા બે મંત્રીઓ રવિશંકર પ્રસાદ અને હર્ષવર્ધનને કારોબારીમાં સ્થાન મળ્યું છે. ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ ઉપરાંત રાજયસભાના સાંસદ રમીલાબેન બારા મહામંત્રી રત્નાકર અને ગુજરાતના પ્રભારી સુધીર ગુપ્તાને કારોબારીમાં સમાવાયા છે.

રાષ્ટ્રીય કાર્યસમિતિમાં 50 વિશેષ આમંત્રિત અને 179 સ્થાયી આમંત્રિત સભ્યો પણ હશે.  ભાજપની કારોબારીમાં કુલ 309 સભ્યો જાહેર કરાયા છે. આ વખતે મેનકા ગાંધીનુ નામ તેમાં નથી. રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર તેમાં સામેલ છે. જેમાં મુખ્યમંત્રી, વિવિધ વિધાનસભાઓમાં પાર્ટીના નેતા, નાયબ મુખ્યમંત્રી, રાષ્ટ્રીય પ્રવક્તા, રાષ્ટ્રીય મોરચા પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ પ્રભારી, સહ પ્રદેશ પ્રભારી, પ્રદેશ અધ્યક્ષોનો સમાવેશ થાય છે. 

 ગુજરાતમાંથી પણ ઘણાં વરિષ્ઠ નેતાઓનો ભાજપની રાષ્ટ્રીય કોરોબારીમાં સમાવેશ કરાયો છે. જેમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે. તદુપરાંત કાયમી આમંત્રિત તરીકે પૂર્વ સીએમ વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય સાંસદ ભારતી બહેન શિયાળ અને રમીલાબહેન બારાનો સમાવેશ કરાયો છે.

About the author Hiren Meriya

Hiren Meriya is currently serving as an  Assistant Producer in ABP Asmita. Hiren Meriya has been working in the digital wing of abp news for the past five years. Apart from writing news, he has also been doing video related work. He has been writing news in different series during the elections of many states, Lok Sabha elections.  Before venturing into the world of journalism, he has done M.A in English And Master in Journalism from Saurashtra University. Hiren  has been writing continuously on issues like politics, elections and bollywood. He also wrote many reports related to it during the Corona epidemic.

Read More

ટોપ સ્ટોરી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
Embed widget