શોધખોળ કરો

થરાદ માર્કેટ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી ટળી,  તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા

બનાસકાંઠામાં થરાદ માર્કેટયાર્ડમાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી ટળી ગઇ છે.

બનાસકાંઠામાં થરાદ માર્કેટયાર્ડમાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી ટળી ગઇ છે. વધારાના તમામ ફોર્મ પરત ખેંચાતા તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા. મળતી જાણકારી અનુસાર, થરાદ માર્કેટયાર્ડમાં 8 તારીખે યોજાનાર બોર્ડ ઓફ ડિરેકટરોની ચૂંટણી ટળી હતી. ફોર્મ પરત ખેચવાને અંતિમ દિવસે વધારાના તમામ ફોર્મ પરત ખેંચાઈ જતા ડિરેકટરો બિનહરીફ ચૂંટાયા હતા.

થરાદ માર્કેટ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી ટળી,  તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા

ત્રણેય વિભાગોની 16 બેઠકો માટે કુલ 68 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પરંતુ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે તમામ ફોર્મ પરત ખેંચાઇ જતા આખુ બોર્ડ ઓફ ડિરેક્ટર બિન હરિફ જાહેર થયું હતું. માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન અને સાંસદ પરબત પટેલની જગ્યાએ આ વખતે તેમના પુત્ર અને બનાસ બેન્કના ડિરેકટર શૈલેષ પટેલ પણ ખેતીવાડી વિભાગમાંથી બિનહરીફ ચૂંટાયા હતા.

બનાસકાંઠાના દિયોદરના માર્કેટયાર્ડમાં પાંચ દિવસ પહેલા તસ્કરોએ સાત દુકાનના તાળાં તોડી 4.65 લાખની રોકડ રકમ ચોરી કરી હતી. જેને લઈ વેપારીઓએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.  જોકે હજુ સુધી તસ્કરો ન પકડાતાં વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે.  જેને લઈને છેલ્લા 5 દિવસથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જ્યાં સુધી આરોપીઓ ન પકડાઈ ત્યાં સુધી હડતાળ ઉપર ઉતર્યા છે. જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. 

દિયોદર નવીન માર્કેટયાર્ડમાં પાંચ દિવસ પહેલા રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા.  જેમાં શિવ ટ્રેડસ સહિત સાત દુકાનોના તાળા તોડી  દુકાનોમાં રહેલા 4.65 લાખની રોકડ રકમની ચોરી કરી  પલાયન થઇ ગયા હતા. આ અંગે દિયોદર માર્કેટયાર્ડના વેપારીઓએ દિયોદર પોલીસ મથકે  ફરિયાદ નોંધાવી હતી.  જોકે માર્કેટયાર્ડમાં ચોરી થતા વેપારીઓ અચોક્કસ મુદત માટે ધંધા-રોજગાર બંધ રાખી જ્યાં સુધી તસ્કરો ન પકડાય ત્યાં સુધી હડતાળ ઉપર ઉતરી ગયા હતા.  જોકે ચોરીના 5 દિવસ પસાર થઈ ગયા હોવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા તસ્કરોને પકડવામાં ન આવતા વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. જેથી દિયોદર માર્કેટયાર્ડ વેપારી એસોસિયનના તમામ વેપારીઓ એક સંપ થઇ જ્યાં સુધી તસ્કરો ન ઝડપાય ત્યાં સુધી માર્કેટયાર્ડમાં જાહેર હરાજી, ધંધા વ્યવસાય બંધ રાખવાનો નિર્ણય કરી હડતાળ ઉપર બેઠા છે. જેથી માર્કેટયાર્ડમાં હરાજી બંધ રહી અને તમામ દુકાનોમાં તાળા લાગ્યા છે.                           

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત

Jharkhand: ઝારખંડના દેવઘરમાં કાંવડિયાની બસ ટ્રક સાથે ટકરાઈ, 18નાં મોત

Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન

IND vs ENG: ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે સીરિઝની અંતિમ મેચ, જાણો અહીં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?
IND vs ENG: ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે સીરિઝની અંતિમ મેચ, જાણો અહીં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: બે દિવસ ગુજરાતમાં વરસાદ કાઢશે ભુક્કા! ચોંકાવનારી આગાહી, જુઓ અહેવાલ
Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Jharkhand: ઝારખંડના દેવઘરમાં કાંવડિયાની બસ ટ્રક સાથે ટકરાઈ, 18નાં મોત
Jharkhand: ઝારખંડના દેવઘરમાં કાંવડિયાની બસ ટ્રક સાથે ટકરાઈ, 18નાં મોત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
IND vs ENG: ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે સીરિઝની અંતિમ મેચ, જાણો અહીં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?
IND vs ENG: ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે સીરિઝની અંતિમ મેચ, જાણો અહીં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?

Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ

Railway News: હવે ટ્રેક પર પાણી ભરાવા છતાં અટકશે નહીં ટ્રેન, રેલવે લાવી રહ્યું છે નવી સિગ્નલ સિસ્ટમ

ન્યૂયોર્કના મેનહટનમાં ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી હુમલાખોરે કર્યું ફાયરિંગ, પાંચના મોત

Embed widget